1990 માં આવેલા ભારે પુરમાં બોડેલીનો પુલ અડધો ધોવાયો હતો
બોડેલી સાથે 200 ગામનો આર્થિક સામાજિક શૈક્ષણિક વ્યવહાર સંપૂર્ણ તૂટી ગયો હતો
30 વર્ષ પછી બ્રિજના નુકસાનને લીધે નેશનલ હાઇવે બંધ કરવો પડ્યો!
સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલની સરકારમાં 1990ના વર્ષમાં ઓરસંગ નદીમાં ભારે પુર પ્રવાહ આવતા બોડેલીનો મોડાસર થી ઢોકલીયા વચ્ચેનો પુલ મોડાસર છેડા પાસે લગભગ 40% જેટલો તૂટી પડી ધોવાઈ ગયો હતો. જેને પગલે બે વર્ષ સુધી બોડેલી થી આગળના વિસ્તારના 200 ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. છોટાઉદેપુર જિલ્લાનો જે વિસ્તાર હાઇવે પરના મોટા પુલો થી સંકળાય છે તેની મહત્તા આ વિસ્તારના લોકો સારી રીતે જાણે છે. ફરી એક વખતે છોટાઉદેપુર જિલ્લાનો મુખ્ય પ્રવેશ દ્વાર, ભારજ નદીનો બ્રિજ બેસી જવાને કારણે બંધ થઈ ગયો છે. ત્યારે 30 વર્ષ પહેલાની સ્થિતિનું ફરી એક વખત પુનનિર્માણ થયું હોય તેવો અહેસાસ આ વિસ્તારની પ્રજાને પ્રતિત થઈ રહ્યો છે. આ બ્રિજ રીપેરીંગ થાય કે નવો બને, લાંબા સમય સુધી વાહનો વ્યવહાર જો બંધ રહેશે તો વિસ્તારના વિકાસને મોટે પાયે અસર કરશે તે નિશ્ચિત છે.
. બોડેલીનો પુલ જ્યારે તૂટી પડ્યો હતો ત્યારે એક એસટી બસ પણ ભૂલ થાપમાં ઓરસંગ નદીમાં ખાબકી ગઇ હતી. જેના અવશેષ ચાર કિલોમીટર દૂર નદીના પટમાં થી મળી આવેલા હતા
કોઈક પૂરની દુર્ઘટના સર્જાય ત્યારે આવી પડતી આપત્તિઓ થી પૂર્વ પટ્ટીની પ્રજાને થતી પરેશાની અત્રેના લોકો સારી પેઠે સમજી ગયા છે. 1990 ની ઘટનાનો ઘા બે પેઢી વીતી ગઈ છતાં પણ હજી રુઝાયો નથી. બ્રિજ કમજોર થવા અને તૂટી પડવા જેવી ઘટનાઓ થી વિસ્તારના વિકાસને પારાવાર નુકસાન સર્જાય છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


