Gujarat

બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકીજથી રાજખેરવા રોડ બનાવવા અંગે બોડેલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયતને આદેશ આપતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે 

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી રસ્તાની તાતી જરૂરિયાત હોઈ રસ્તો હાલ બનાવવાનું નક્કી કરેલ હોઈ કામગીરી વહેલી તકે શરુ કરવા જણાવ્યું
બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકીજથી રાજખેરવા સુધીનો રસ્તો છેલ્લા કેટલાક સમયથી કોઈક કારણસર બંધ હતો જેને લઇ રામનગર, સાધના નગર સહિતની આસપાસની અનેક સોસાયટીના રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો થોડા દિવસ પહેલા વરસેલા માવઠાના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાતા રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો આ ઉપરાંત રહીશોના મકાનો દૂર કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી જેમાં રહીશોએ સ્વૈચ્છીક રીતે પોતાના દબાણો દુર કર્યા હતા હાલ બોડેલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા અલીખેરવા જૂથ ગ્રામપંચાયત સહિતની ઉચ્ચક્ક્ષાએ રોડની બનાવવાનો નિર્ણય કરાયો હોવાનું પત્રમાં જણાવ્યું છે તદુપરાંત પત્રમાં વધુ જણાવ્યું છે કે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી રસ્તાની તાતી જરૂરિયાત હોઈ રસ્તો હાલ બનાવવાનું નક્કી કરેલ હોઈ કામગીરી વહેલી તકે શરુ કરવા સાથે અંદર ગ્રાઉન્ડ ગટર લાઈનના ધાકના બેસાડવાની કામગીરી રસ્તાની સાથે પૂર્ણ કરવા જણાવ્યું છે આમ બોડેલી તાલુકા વિકાસ અધિકારીએ આપેલ આદેશના પગલે રોડની કામગીરી શરુ થવાની તજવીજને લઇ સ્થાનિકોમાં ખુશી વ્યાપી છે જયારે તાલુકા વિકાસ અધિકારી સહિત તંત્રના ઉપરોક્ત નિર્ણયને લોકોએ આવકાર્યો છે સાથે બોડેલી તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230620-WA0086.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *