Gujarat

માંગરોળ કામનાથ મહાદેવ નજીક નોળી નદીમા ઘોડાપુર આવતા દાનાતળ કોઝવે ડેમેજ થતા વીરપર, ચોટીલી વીરડી, લંબોરા વિગેરે ગામોને જોડતા પુલ ટુટી જતા ગ્રામ્ય વિસ્તારના લોકોનો માંગરોળ સાથેનો વયહાર ઠપ્પ થઇ ગયો હતો અને વિધાર્થીઓ ને તેમજ દવાખાને આવતા દર્દીઓ, અટાણુ કરવા આવતા લોકોને વિગેરે લોકો બહુજ મુશ્કેલીઓ મા મુકાઈ ગયા હતા તેથી પાણીના ચાલુ પ્રવાહ મા યુદ્ધના ધોરણે કામગીરી કરી હાલ ટ્રાફિકેબલ રસ્તો શરુ કરાયો..

જાણવા મુજબ જુનાગઢ ના માંગરોળ મા ઉપરવાસમાં ભારે વરસાદથી નોળી નદીમાં સતત પુરના ધસમસ્તા પાણીના પ્રવાહથી માંગરોળથી માળીયા ને જોડતો કામનાથ નોળી નદીના દાનાતળ કોઝવે ડેમેજ થતા સામા કાંઠા અનેક ગામો માંગરોળથી વિખુટા પડ્યા હતા. કોજવેમાં ગાબડુ પડવાના કારણે વાહનોની અવરજવર બંધ થતા લોકોને ભારે હાલાકી પડી રહી હતી. પુલ ડેમેજ થતા માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ તાત્કાલિક વિઝીટ કરી લોકોને તકલીફ ના પડે તેથી તંત્રના અધિકારીઓ સાથે સ્થળ ખરાઈ કરાવી હાલ તાત્કાલિક ધોરણે કામચલાવ કામગીરી કરી રસ્તો શરુ કરવા જાણ કરી હતી ત્યારે આર એમ બી અધિકારીઓ સ્થળ પર હાજર રહી યુદ્ધના ધોરણે ચાલુ વરસાદમાં પણ કામગીરી કરી ટ્રાફિકેબલ રસ્તો શરુ કરાવવાના પ્રયત્નો સાથે હાલ પુરતો સંપર્ક વિહોણા ગામોના લોકોને રસ્તો ઉપયોગમાં આવે તેવા રસ્તાની કામગીરી કરી લોકોની અવરજવર શરુ થઇ જતા વિખુટા પડેલા ગ્રામ્યલોકોમા ખુશી છવાઈ જવા પામી છે,,,,
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ,

20230724_111307.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *