Gujarat

સાબરડેરીના ડિરેક્ટરની ચુંટણીના પેટા નિયમમાં ફેરફાર કરાયો

સાબરકાંઠા
સાબરડેરીમાં હવે ડિરેક્ટર બનવુ અઘરુ થઈ પડશે. આ સવાલ ૩૦ જૂને યોજાયેલી સામાન્ય સભા બાદ થવા લાગ્યો છે. કેટલીક દૂધ મંડળીઓના ચેરમેન દ્વારા આ અંગેનો રોષ પણ નિકાળ્યો છે અને તેની ચર્ચા પણ શરુ થઈ ગઈ છે. સાધારણ સભા પહેલા જ કેટલાક આગેવાનો દ્વારા આ અંગેની ચર્ચાઓ શરુ કરવામાં આવી હતી. પરંતુ હવે તો સાધારણ સભા થયા બાદ આ મુદ્દાએ વેગ પકડ્યો છે. બાયડના ધારાસભ્યએ તો સાધારણ સભામાં હાજરી આપ્યા બાદ આ મુદ્દાને મુખ્યપ્રધાન સમક્ષ લઈ જવાશે એમ પણ કહ્યુ છે.આમ થવાનુ કારણ શુ છે એ સૌથી મોટો પ્રશ્ન છે. તો એ પણ જાણી લઈશુ. પરંતુ એ પહેલા જણાવી દઈએ કે વાર્ષિક સાધારણ સભામાં સાબરડેરીના ચુંટણીના પેટાનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાને લઈ કેટલાકને મન એમ થઈ રહ્યુ છે કે, પશુપાલકોને પ્રતિનિધિત્વ કરવામાં મુશ્કેલી ઉભી થશે. તો વળી નવા પ્રતિનિધિ પણ સામે નહી આવે અને એકના એક જ ચહેરાઓ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં જાેવા મળી શકે છે. આવા ભય સ્થાન રજૂ કરવામાં આવી રહ્યા છે.સાધારણ સભામાં શુક્રવારે સાબરડેરીની ચૂંટણીના પેટાનિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે મીડિયાને બતાવ્યુ હતુ કે, અગાઉ ૭૦૦ લીટર વાર્ષિક દૂધ ભરાવનારા દુધ ઉત્પાદકને ચૂંટણી લડવા મળી શકતી હતી. હવે સાબરડેરીમાં ૩૫૦૦ લીટર દૂધ વાર્ષિક ઉત્પાદન કરીને સાબરડેરીને પુરુ પાડતા હોય એવા દુધ ઉત્પાદકને જ ચૂંટણીમાં ઉમેદવારી કરવા મળશે. આ પ્રકારનો નિયમ ફેરફાર કર્યો છે. એટલે કે સાબરડેરીના ડિરેક્ટર બનવા માટે વાર્ષિક ૩૫૦૦ લીટર એટલે કે ઓછામાં ઓછુ ૧૦ લીટર દૈનિક દુધ ઉત્પાદન કરતા દુધ ઉત્પાદક બનવુ જરુરી છે.શામળભાઈ પટેલે કહ્યુ હતુ, આ અંગેનો નિયમ અગાઉ ૫૦૦ લીટર દુધનો હતો. જે ૭૦૦ લીટર કરવામાં આવ્યો હતો. સાબરડેરીના હિત ખાતર આ ર્નિણય કર્યો છે. જેથી દુધ ઉત્પાદનમાં રસ ધરાવતા લોકો જ ચુંટણીમાં ઉમેદવારી કરી શકશે. જેથી ડેરીના એડમિનીસ્ટ્રેશનમાં તેનો સીધો લાભ મળશે. જે પશુપાલકોના હિતમાં હશે. તેઓએ કહ્યુ હતુ કે, બે ચાર લોકો અને ધવલસિંહ ભાઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ સિવાય સૌએ આ ર્નિણયને સ્વિકાર્યો હતો. એટલે સૌના હિતમાં આ ર્નિણય છે.બીજી તરફ બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સાધારણ સભા બાદ જણાવ્યુ હતુ કે, આ અંગે મે સભામાં વિરોધ નોંધાવ્યો છે. આ યોગ્ય નથી પશુપાલકોના હિતમાં અને જેનાથી નવા ચહેરાઓને બોર્ડમાં સ્થાન મળી શકશે નહીં. બીજી તરફ રાજકીય પક્ષના મેન્ડેટ અંગેની વાતનો અહીં છેદ ઉડી જશે. આ માટે ભાજપના પ્રદેશન અધ્યક્ષ સીઆર પાટીલને આ અંગે રજૂઆત કરાશે અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવામાં આવશે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *