Gujarat

રીવરફ્રન્ટની દિવાલ ધરાશાઈ થતા ભ્રષ્ટાચારનો ઘડો ફૂટ્યો  

વંથલી નિર્માણ પામી રહેલ રીવરફ્રન્ટ ની દીવાલ થઇ ધરાસાઈ …
 ધારાસભ્ય અરવિંદ લાડાણી મુલાકાત લઈ રિવરફ્રન્ટના ચાલી રહેલા કામની સમીક્ષા કરી
જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા માંથી ઓજત નદી પસાર થાય છે. જ્યાં પૂર્વ કેબીનેટ મીનીસ્ટર અને પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા ની મહેનત થી રીવરફ્રન્ટ મંજુર કરવામાં આવ્યો હતો. આ રીવર ફ્રન્ટ માટે આશરે ૨૦ કરોડ થી પણ વધુ નો પ્રોજેક્ટ છે. હાલ આ રીવરફ્રન્ટ નું કામ ગોકળ ગતિએ શરુ છે. જેમાં આર.સી.સી. ની દીવાલ નું કામ પૂર્ણ થવાના આરે હતું ત્યાજ આ દીવાલ ધસી પડી હતી. સામાન્ય વરસાદ અને સામાન્ય પવન નાં કારણે આશરે ૧૫૦ મીટર જેટલી દીવાલ ધરાસાઈ થઇ હતી. હલકી ગુણવત્તા નું મટીરીયલ અને સામાન્ય તેમજ પાતળા લોખંડ નાં સળીયા થી બનેલી આ દીવાલ પહેલા જ વરસાદ માં પડી જાય તેવી ભીતિ તો ગ્રામજનો ને હતી જ … ત્યારે જ આજે વહેલી સવારે આ દીવાલ અચાનક ધરાસાઈ થતા ભ્રષ્ટાચારનો ધડો ફૂટ્યો હતો. આ બાબતની જાણ થતાં માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્થળ મુલાકાત લઈ ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી.મીડિયા સાથેની વાત ચિતમાં જણાવ્યું હતું કે ખુબજ નબળી ગુણવતા વાંળી આ દીવાલ જ પોકારી રહી છે કે આ કામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે ભાજપના મોટા ગજાના નેતાઓ તેના મળતિયાઓને આર્થિક ફાયદો પોહચડવા કોઈ અધિકારીઓને કામ પર પોહચવા દેતા નથી અને મનફાવે તેવું મટીરીયલ વાપરી પૈસા કમાવવાનો ધંધો આદર્યો છે.આ બાબતે કોન્ટ્રાકટર અધિકારીઓની સામે ફોજદારી રાહે પગલાંઓ લઈ કોન્ટ્રાકટર ને બ્લેક લીસ્ટ કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230613_161821.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *