સુરત
સુરતમાં રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો. સ્ટેશન, વરાછા અને અમરોલી વિસ્તારમાંથી રથયાત્રાનો પ્રારભ થયો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જાેડાયા હતાં. તો બીજી તરફ જય જગન્નાથના નાદ સાથે સુરત શહેર ગુંજી ઉઠ્યું હતું સુરતના સ્ટેશન વિસ્તારથી નીકળતી સૌથી મોટી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. આ રથયાત્રા સ્ટેશનથી નીકળીને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર ગઈ હતી. સ્ટેશનથી રથયાત્રા શરુ થતા જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ રથયાત્રામાં જાેડાયા હતાં. સૌ કોઈ ભક્તિમાં લીન જાેવા મળ્યા હતા. મેયર હેમાલીબેન બોઘવાલા, સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર, ધારાસભ્યો તેમજ શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયા પણ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સૌ લોકોને રથયાત્રાની શુભેચ્છા પણ આપી હતી. સ્ટેશનથી જહાંગીરપુરા જનારી રથયાત્રા સહારા દરવાજા , રીંગરોડ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર ગઈ હતી. તો બીજી તરફ રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. રથયાત્રા જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ ભાવિક ભક્તો પણ આ રથયાત્રામાં જાેડતા ગયાં હતાં. વિવિધ ઝાખીઓ પણ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નાના બાળકોથી લઈને વડીલો પણ આ રથયાત્રામાં જાેડાયા હતાં અને સૌ કોઈ ભક્તિમાં લીન જાેવા મળ્યા હતા.આ ઉપરાંત વરાછામાંથી નીકળતી રથયાત્રાનો પણ પ્રારંભ થયો હતો . વરાછા ઇસ્કોન મંદિર દ્વારા ગુજરાતનો સૌથી મોટો હાઈટેક રથ તૈયાર કરવામાં આવ્યો હતો. મીની બજારથી આ રથયાત્રા શરુ થઇ હતી. વરાછાના માનગઢ ખાતે મહા આરતી કરવામાં આવી હતી.ત્યારબાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતાં. આ સાથે જ સમાજના અગ્રણીઓ પણ જાેડાયા હતા.જેમાં મોટી સંખ્યામાં મહિલા ભકતો દ્વારા ભજન અને નૃત્ય સાથે ભગવાનની આરાધના કરવામાં આવી હતી. આ રથયાત્રામાં ભક્તો કીર્તન સાથે ભગવાનની ભક્તિમાં લીન જાેવા મળ્યા હતા.આ ઉપરાંત ભગવાનની લીલાઓની અલગ અલગ ઝાંખીઓ અને ભારતીય સંસ્કૃતિના દર્શન આ રથયાત્રામાં જાેવા મળ્યા હતા. આ ઉપરાંત રથયાત્રા જે જે રૂટ પરથી નીકળી હતી ત્યાં સૌ ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું . લોકોએ બ્રીજ પરથી ભગવાનના રથ પર ફૂલોની પુષ્પવર્ષો કરી હતી.