૧ માસ થવા છતાં આજ સુધી ગ્રાહકના પોતાની બચત રમક હજુ સુધી જમા ન થતા અનેક સવાલો ઉઠ્યા…
ઊના પોસ્ટ ઓફીસમાં બચત ખાતુ ધરાવતા કિશન વિનોદભાઇ શિંગડ નામનો વ્યક્તિ છેલ્લા ત્રણ વર્ષથી બચત રકમ દર મહીને એક
હજાર ભરતા હતા. અને આ બચત ખાતુ પાંચ વર્ષ સુધીનું હોય છે. પરંતુ કિશન શિંગડને અચાનક પૈસાની જરૂરીયાત પડતા તેવોએ
પોતાના બચત ખાતામાંથી જમા થયેલી રકમ રૂ.૧.૨૬ લાખ હતી. જે રકમ પોસ્ટ ઓફીસે લેવા માટે ગયેલ હતા. ત્યાના ફરજ પરના
અધિકારીએ આ ગ્રાહકના વ્યાજ સાથે રૂ.૧,૩૧,૨૦૦ ની રકમનો ચેક આપ્યો હતો. આ રકમનો ચેક ગ્રાહકે પોતાના બેંક ખાતે એસ
ડી એફ સી બેંકમાં જમા કરાવેલ પરંતુ પોસ્ટ ઓફીસનો ચેક રીર્ટન થયેલ તેમજ એજ ચેક ફરી એક્સીસ બેંકમાં જમા કરાવતા ફરીવાર
રકમનો ચેક રીર્ટન થતાં તે ગ્રાહક પોસ્ટ ઓફીસે જઇ અધિકારીને જણાવતા અધિકારીએ પોસ્ટના ખાતામાં રકમ ન હોવાનું રટન કરેલ
હોય જેથી ગ્રાહક નારાજગી વ્યક્ત કરી હતી. આ ચેક રીર્ટન થયાનો એક માસ જેટલો સમયે વિતવા છતાં આજુ સુધી પોતાના પૈસા ન
મળતા કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. જોકે ગ્રાહકે પોતાના બચત કરેલી રકમ જરૂરીયાત સમયે ન મળતા અને વારંવાર
પોસ્ટ ઓફીસના ચેક રીર્ટન થતા ભારે નારાજગી સાથે પોસ્ટ ઓફીસ સામે અનેક સવાલો ઉઠવા પામેલ છે. આ સીવાય પોસ્ટ
ઓફીસમાં આ ગ્રાહક સીવાયના અન્ય ચાર, પાંચ ગ્રાહકોના ચેક રીર્ટન થયા હોવાનું ખુદ પોસ્ટ ઓફીસના અધિકારીએ ગ્રાહકને
જણાવ્યુ હતું. આમ ગ્રાહકોના પોતાના પૈસા જરૂરીયાત સમયે તાત્કાલીક મળી જાય તેવી માંગણી ઉઠવા પામેલ છે.


