ઊના અને ગીરગઢડા તાલુકાની શાળાઓનાં છાત્રો દ્વારા ગીર જંગલનાં વન્ય પ્રાણી સિંહ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં
આવી હતી. જેમાં શાળાના તમામ બાળકોએ ચહેરા પર સિંહના મોરા પહેરી અને બેનર સાથે શહેર તેમજ તાલુકા ગ્રામ્ય વિસ્તારની
પ્રા.શાળાના છાત્રો વિવિધ વિસ્તારોમાં રેલી સ્વરૂપે નીકળ્યા હતા. અને સિંહ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા સૂત્રોચાર કરી ભવ્ય
ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉના શહેરની ગુલિસતા પ્રા. શાળા, પે. કુમાર, કન્યા શાળા, તેમજ ઉંટવાળા ગામે રેલી નિકળી
હતી. તાલુકાની શાળાઓમાં આજે વિશ્વ સિંહ દિવસ નિમીતે મહારેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી.
ઉના અને ગીરગઢડા તાલુકાની શાળા દ્વારા ગીર જંગલનાં વન્ય પ્રાણી સિંહ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
શાળાનાં વિદ્યાર્થી ભાઈ બહેનો એ સિંહ મોરા પહેરી તેમજ બેનર સાથે શહેરનાં વિવિધ વિસ્તારોમાં રેલી સ્વરૂપે ફરી સિંહ અંગે
લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. તેમજ વન્ય પ્રાણીની સુરક્ષા અને સલામતીની જાણકારી પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ હતું.
શાળાનાં શિક્ષકો તેમજ એડમિશટેડ ઈમ્તિયાઝ સર આચાર્ય શબનમબેન, નિલોફરબેન દ્વારા ગુલિસતા પ્રાથમિક શાળાનાં બાળકો
તેમજ લોકોને સિંહની જાતિ તેમજ રહેણી કહેણી અને વસવાટ વસ્તી શિકાર તેમજ ઉંમર સંખ્યા અને વન્ય વિસ્તાર તેની સુરક્ષા વન્ય
પ્રાણીનાં કાયદા નિયમોની વિસ્તૃત જાણકારી આપેલ હતી…
