“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત એમ. ડી. શાહ કોમર્સ એન્ડ બી. ડી. પટેલ આર્ટ્સ કૉલેજ – મહુધા ખાતે (1) ચિત્ર સ્પર્ધા, (2) નિબંધ સ્પર્ધા પૈકી અને (3)વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું.
પ્રો. આર. એન. ચૌધરી સાહેબના (યુનિયન ઇન્ચાર્જ ) માર્ગદર્શનમાં, એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી પ્રા. ડૉ. પ્રવીણભાઈ પટેલ, પ્રા. એન. બી. સોલંકી તેમજ નિર્ણાયકશ્રીઓ પ્રો. બી. જી. પટેલ અને પ્રો. કે. બી. ચૌહાણ સાહેબે નિર્ણાયક તરીકે કામગીરી સંભાળેલ, કૉલેજના સેમેસ્ટર -3 તથા સેમેસ્ટર- 5 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.પ્રિ. ડૉ. કમલેશ એસ. દવે તથા સમગ્ર સ્ટાફ પરિવારે આ વિવિધ સ્પર્ધાઓની સફળતા અને આયોજન બદલ શુભકામના અને અભિનંદન પાઠવ્યા હતા.


