ઉના શહેરમાંથી પસાર થતી મચ્છુન્દ્રી નદીમાં થી અંજાર ગામે જતા કૉઝવે બેઠા પુલ ઉપરથી નદીમાં પાણીના પ્રવાહ માંથી એક યુવાન
નદી પાર કરી રહ્યો હતો. ત્યારે નદીનાં ઘસમસતા પાણીના પ્રવાહ સાથે તણાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નો વિડીયો વાયરલ પણ
થયો હતો. તેની જાણ ડે કલેકટર, મામલતદાર, ઉના પી આઈ, નગરપાલિકા ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક તરવૈયા સહિત કાફલો
ઘટના સ્થળે દોડી ગયેલ હતા. અને તરવૈયા દ્વારા રાત્રિનાં મોડે સુધી યુવાનને પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી…
ઉના નગર પાલિકાના ફાયર બ્રિગેડના અશોક રાઠોડ, જીતુ બાંભણીયા, રોહિત સોલંકી સહીતનો સ્ટાફ તરવૈયાઓ સહિત મચ્છુન્દ્રી
નદી માંથી વહેલી સવારે યુવાનનો મૃતદેહની શોધખોળ કરતા નદીના વહેતા ઉંડા પાણીમાંથી મૃતદેહ મળી આવેલ. આ મૃતદેહ ઘનજી
નાગજી દેલવાણીયાનો હોય આજે વહેલી સવારે મચ્છુન્દ્રી નદીમાં તરવૈયા ઓએ શોધખોળ કરતા 12 કલાક બાદ મળી આવ્યો હતો.
અને આ મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલે પી એમ અર્થે ખસેડવામાં આવેલ છે. જોકે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તાલુકાના
ડેમ તેમજ નદી નાળામાં પાણી વહેતા થયા છે. ત્યારે અનેક ગામોમાં બેઠે પુલ ઉપરથી પસાર થતા લોકો પર તંત્ર દ્વારા રોક
લગાવવામાં આવે તેવી પણ લોકોમાં માંગ ઉઠવા પામેલ છે…
