છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના કંડા ખાતે પ્રાથમિક શાળાના નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરાયું હતું આ ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું, ઘારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરાતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, ઘારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમણભાઈ બારીયા,ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર