Gujarat

વંથલી ખેતીવાડી ઉત્પન્નબજાર  સમિતિની ચૂંટણી યોજાઈ.. બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાડી કરાવ્યું મતદાન..

વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી જેમાં ખેડૂતવિભાગ માટે 10 બેઠકો માટે 20 ઉમેદવાર ,વેપારી વિભાગ માટે 4 બેઠકો માટે 8 ઉમેદવાર,અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓની 2 બેઠકો માટે 4 ઉમેદવારોના ભાવી માટે મતદાન થયું હતુંં. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું જેમાં ખેડૂત વિભાગ માટે 95 % ,વેપારી વિભાગ માટે 95.31%, ખરીદ વેચાણ માટે 100 % મતદાન થયું હતું જેમાં તમામ ઉમેદવારોનું ભાવી ગઈકાલે મતપેટીમાં સિલ થયું હતું અને આજે સવારે 9 વાગ્યાથી મત ગણતરી હાથ ધરાશે .વધુમાં ભાજપ પ્રેરીત પેનલ માટે દિનેશભાઈ ખટારિયાએ પોતાની પેનલ જીતવાનો દાવો કર્યો છે અને માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જીતવા માટે ભાજપના કેટલાક અસંતુષ્ટો એ કોંગ્રેસ સાથે મળી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ગઈકાલે બને પક્ષ પ્રેરીતના ઉમેદવારો દ્વારા જંગી મતદાન કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું ચાલુ મતદાન દરમિયાન તાલુકા બહારના વ્યક્તિ દ્વારા બોગસ મતદાન કર્યું હોવાના આક્ષેપ સાથે વિરોધપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો બાદમાં બંને પક્ષો સામસામે આવી જતા પોલીસે સમગ્ર મામલો થાળે પાડયો હતો આ ઘટનાંની જાણ થતાં વિસ્તારના ધારાસભ્ય અરવિંદ ભાઈ લાડાણી ઘટના સ્થળે દોડી ગયા હતા પ્રીસાઇડિંગ ઓફિસરે માફી માંગતા સમગ્ર મામલો થાળે પાડયો હતો અને ફરીથી મતદાન શરૂ થયું હતું.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230701_163723.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *