Gujarat

ધરાશાયી થયેલ મકાનને કારણે ફસાયેલા પરિવારને ગણતરીની મિનિટોમાં હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડાયા

બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાનો શરૂ થયેલ જેના કારણે શહેરના સેતાવડ
વિસ્તારમાં આવેલ એક મકાનનો ભાગ ધરાશાયી થયેલ અને આ ધરાશાયી થયેલ ભાગ બાજુમાં રહેતા પરિવારના દાદરા તરફ
પડતા તે પરિવારનો ઘરની બહાર નીકળવાનો માર્ગ સદંતર બંદ થયેલ.ત્યારે ફસાયેલ પરિવારજનો દ્વારા કંટ્રોલરૂમમાં જાણ કરાતાં
તુરંત જ જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને પરિવારના 2 પુરુષો અને 3
મહિલાઓ સહિતના સમગ્ર પરિવારનું દિલધડક રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચતા કરાયાં હતા.
આ કામગીરીમાં જામનગર ફાયર બ્રિગેડના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી પાંડયન, સ્ટેશન ઓફિસર સર્વ શ્રી જસમીન
ભેંસદળીયા, ઉપેન્દ્ર સુમાર, વાળા હિતેન્દ્રસિંહ, અર્જુનસિંહ ગોહિલ સહિત ફાયર બ્રિગેડના તાલીમાર્થીઓ જોડાયા હતા અને
સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન સલામત રીતે પાર પાડ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *