મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના દારાજી ના મુવાડા ( સરાલી) પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય દિનેશકુમાર એમ શર્મા 26 વર્ષ સુધી શિક્ષક તરીકે ઉત્કૃષ્ટ સેવા બજાવી છે આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે.ત્યારે તેમની પોતાના વતન ગોગજીપૂરા ખાતે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો.જેમાં બાળકો , શાળા પરિવાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.શાળા પરિવાર, બાળકો, ગ્રામજનો સાથે શિક્ષક વિદાય નાં ઉત્તમ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.


