વક્તા વિશાલ ભાદાણીએ “આવનારા ૫૦ વર્ષો” વિષય પર કરી વાત.
તા. ૧૭-૦૭-૨૩નાં રોજ ઠાસરા તાલુકામાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને આર્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સરકારી માધ્યમિક શાળા, જાખેડ ખાતે બાળકોને ઇતર વાંચન તરફ વાળી વ્યકિતત્વ વિકાસનો પાયો નાખવા “ચોપડીના ચીલે” વ્યાખ્યાન મેળાનો પહેલો પડાવ યોજાયો હતો.
ચોપડીના ચીલે” વ્યાખ્યાન મેળાના પ્રથમ પડાવમાં વક્તા તરીકે લોકભારતી યુનિવર્સિટીના પ્રો વી.સી. શ્રી વિશાલ ભાદાણીએ “આવનારા ૫૦ વર્ષો” વિષય પર પોતાની રસાળ શૈલીમાં બાળકોને વાત કરી હતી.
આ કાર્યક્રમમાં વક્તાશ્રી વિશાલ ભાદાણી દ્વારા આવનારા ૫૦ વર્ષમાં ટેકનોલોજી સ્વાસ્થ્ય, આરોગ્ય, રોજગારી ક્ષેત્રે કેવા બદલાવ લાવશે તે અંગેનું પી . પી.ટી પ્રેઝન્ટેશન બતાવી આવનાર સમયમાં ‘જે વાંચશે તે જ આગળ વધશે’ તેવી સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતમાં વકતા તથા મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના નાયબ માહિતી નિયામક નિત્યા ત્રિવેદી, જાખેડ માધ્યમિક શાળાના આચાર્ય સમીરદાન ગઢવી, ગુતાલ માધ્યમિક શાળાના શિક્ષક પારસ દવે, જાખેડ માધ્યમિક શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓ હાજર રહ્યા હતા.


