આજે વહેલી સવારે બોડેલી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. સવારે 4:00 વાગ્યા પછી વરસાદનું આગમન થયું હતું અને વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી પવન સાથે વરસાદને લઈને લોકોને ગરમીમાં રાહત જોવા મળી હતી. છેલ્લા કેટલા સમયથી વાદળછાયુ વાતાવરણ જોવા મળતું હતું અને વરસાદ હાથ તાળી આપતો હતો ત્યારે આજે વહેલી સવારે મેઘરાજા મન મૂકીને વર્ષ થયા હતા દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ બોડેલી પંથકમાં ખાબક્યો હતો જેને લઇને લોકોને ગરમીથી રાહત જોવા મળી હતી અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી
ચોમાસા નો પ્રથમ વરસાદનું બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં આગમન થયું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


