ગત તા.29 ની રાત્રે 11.30 થી તા.30 મીના રોજ સાજ ના 6.30 વાગ્યા સુધીમાં આશરે 17 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અને ત્યારબાદ પણ ધીમી ધારે વરસાદ ચાલુ જ છે. અને ખેતરોમાં અને લોકો ના નીચાણ વાળા વિસ્તારમાં ઘરોમાં અને મંદિરો માં ઘુસી ગયા હતા. અને જ્યાં નઝર પડે ત્યાં પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું.અને હજુતો વરસાદ ની મૌસમ ની હજુ શરૂઆત થઇ છે. અને ફ્લા ગામે કંકાવટી ડેમમાં થી પાણી છોડવામાં આવતા જ હડિયાણા ચાર દિશાઓ માં જ્યાં નઝર કરો ત્યાં પાણી જ પાણી નઝરે પડે છે. અને ગામના બેટમાં ફેરવાય ગયા હતા. લોકો ગામની બહાર નીકળી ન શકે અને બહાર થી લોકો ગામમાં કોઈ પણ આવી ન શકે. આવી હાલત છે. ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો છે. વાવેતર કર્યા બાદ તરત જ વરસાદ પડયો છે……………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…..માં


