Gujarat

ઓગસ્ટના પ્રથમ અઠવાડીયાને નારી વંદન સમિતિ તરીકે ઉજવવામાં આવશે. 

જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓને સામાજિક આર્થિક, માનસિક સમ્માન મળે તે માટે ઓગસ્ટ મહિનામાં વિવિધ ઉજવણી થતી હોય છે તેના અંતર્ગત નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવનારી છે. ૧થી ૭ ઓગસ્ટ નારી વંદન સપ્તાહની ઉજવણી રોજ અલગ અલગ ઉજવણી કરીને ઉજવવામાં આવશે. આ ઉજવણીમાં વિવિધ કચેરીઓ જેવી કે પોલીસ, શિક્ષણ, શ્રમ અને રોજગાર વિભાગ, આરોગ્ય વિભાગ, પોસ્ટ વિભાગ,રમતગમત વિભાગ, ખેતીવાડી વિભાગ જેવા વિવિધ વિભાગો સાથે મળીને આ ઉજવણી કરવાની રહેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *