ઉના તાલુકાના 62 ગ્રામ્ય વિસ્તારની અંદાજીત એક લાખ થી વધુ વસ્તી ધરાવતા તાલુકા નું સબ સેન્ટર ધરાવતી મુખ્ય સરકારી
હોસ્પિટલ માં આવતાં ડીલેવરી તેમજ પ્રેગ્નન્સી નાં દર્દી તેમજ અન્ય રોગ નાં દર્દી માટે સોનોગ્રાફી મસીન તેમજ તેનાં માટે નિષ્ણાત
તજનો નહિં હોવાનાં કારણે સોનોગ્રાફી કરવાં દર્દી ને બહાર ખાનગી સોનોગ્રાફી સેન્ટર માં મોકલાતાં હોવાથી મોટો ખર્ચ દર્દી ને
ભોગવવો પડે છે આ હોસ્પિટલ માં સોનોગ્રાફી ની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ઉભી કરવામાં આવે તેવી માંગણી સાથે ગીર સોમનાથ
જિલ્લા પંચાયત નાં પ્રથમ પૂર્વ પ્રમુખ હરીભાઇ બોધાભાઈ સોલંકી દ્વારા રાજ્ય નાં આરોગ્ય મંત્રી ને પત્ર પાઠવી લેખિત રજૂઆત
કરવામાં આવી છે
હાલમાં ઉના સરકારી હોસ્પિટલ માં ગાયનેક વિભાગમાં સ્ત્રી નિષ્ણાત તબીબ ની નિમણૂક થતાં દુર દુર ગ્રામ્ય વિસ્તાર તેમજ
શહેરી વિસ્તારમાં રહેતાં લોકો વિવિધ રોગ ની સારવાર માટે આવતા હોય પેગનેટ મહિલા ચેકપ માટે તેમજ ડીલેવરી કરાવવાં ઉના
હોસ્પિટલ માં આવતી હોય પણ સોનોગ્રાફી ની વ્યવસ્થા આટલી મોટી હોસ્પિટલ માં નહિં હોવાથી કોન્ટ્રાક્ટ બેઝ પર રાખેલ
સોનોગ્રાફી સેન્ટર ખાતે મોકલવા માં આવતી હોય ત્યાં સોનોગ્રાફી નાની તેમજ બરાબર રીપોર્ટ નહિં મળતાં સારી સોનોગ્રાફી માટે
ફરજિયાત બહાર નાં સોનોગ્રાફી સેન્ટર ખાતે દર્દી ને ફરજીયાત જવું પડતું હોય ત્યાં મોટો ખર્ચ ગરીબ પરીવાર ને પોસાતો નહીં હોવા
છતાં આર્થિક ખર્ચ કરવો પડે છે ઉપરાંત ટાઈમ પણ બગડતો હોવાથી ગ્રામ્ય વિસ્તાર નાં લોકોને પોતાના ગામે પહોંચવા વાહનો પણ
મળતાં નહિં હોવાથી રજડપાટી કરવી પડે છે હેરાનપરેશાન થતાં આ દર્દીઓને ઉના સરકારી હોસ્પિટલ સોનોગ્રાફી સેન્ટર ઉભું
કરવાની તાતી જરૂરિયાત ને ધ્યાને લઈ લોકો ની સમસ્યા હલ કરવા સોનોગ્રાફી મશીન તેમજ ઓપરેટર નિષ્ણાત તજનો ની નિમણૂક
કરવા આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ સમક્ષ રજુઆત કરી માંગણી કરાયેલ છે. ઊના સરકારી હોસ્પીટલમાં ગાયનેક ડોક્ટર હોય પરંતુ
સોનોગ્રાફી મશીન ન હોવાથી મહીલાઓને ખાનગી હોસ્પીટલમાં વધુ ખર્ચે ના છુટકે જવુ પડે છે. રોજની સો જેટલી ઓપીડી તેમજ