ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા જામકંડોરણા સહિત ગુજરાતભરના દરેક જિલ્લા તાલુકામાં યોગ ટ્રેનર ક્લાસ ચાલુ કરવાનાં પ્રોજેક્ટ અંતર્ગત, યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા નિયુક્ત લેડી કોચ સાથે જામકંડોરણા યોગ ટ્રેનર ક્લાસ ચાલું કરવા મા આવ્યા છે આ કાર્યક્રમમાં જામકંડોરણા ના મામલતદાર કે.ડી સાંગાણી એ જણાવ્યું હતું કે યોગ એટલે માત્ર આસન જ નથી. લોકોમાં એવી માન્યતા છે કે માત્ર આસન કરવા એ જ યોગ છે. યોગ જિંદગી જીવવાની પદ્ધતિ છે. જેમાં વ્યક્તિએ ખાવાપીવાની આદત, ઊંઘવાની આદત, વિચારવાની આદત વગેરે આદતમાં પણ યોગને ધ્યાનમાં રાખવાનો હોય છે. કેટલાક લોકો યોગ કરે છે પરંતુ નિયમિત ઊંઘતા નથી. નિયમિત જમતા નથી તેમજ બહારનું જંક ફૂડ પણ ખાધા કરે છે, આ યોગ્ય નથી. યોગ એટલે માત્ર આસન નહીં પરંતુ જીવન પદ્ધતિમાં પણ લાગુ પાડવાનું હોય છે. જીવનને નિયમિત બનાવવાનું હોય છે. યોગ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે. આથી જામકંડોરણા ની આમ જનતા ને યોગ વિશે જાગૃતિ લાવવા યોગ કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસ ને લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી
આ કાર્યક્રમને સફળ બનાવવા જામકંડોરણા ખોડલ ધામ સેવા સમિતિ ની બહેનો ભારે જહેમત ઉઠાવી હતી
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા


