National

ભારતની મુલાકાતે આવેલા જર્મન મંત્રીએ શાકભાજી ખરીદી, ેંઁૈં વડે પેમેન્ટ કર્યું

બેગ્લુરુ
જર્મનીના એક મંત્રીએ ભારતમાં શાકભાજી ખરીદ્યા અને પછી ેંઁૈં દ્વારા ચૂકવણી કરી. આ દરમિયાન તેને જે અનુભવ થયો તેનાથી તેઓ ખૂબ જ ખુશ હતા. ભારતમાં જર્મન એમ્બેસીએ ટિ્‌વટર પર આનો વીડિયો અને ફોટો પોસ્ટ કર્યો છે. ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ પ્રશંસા કરી. જર્મનીના ફેડરલ ડિજીટલ અને ટ્રાન્સપોર્ટ મંત્રી વોલ્કર વિજિંગ આ દિવસોમાં ભારતમાં છે. વિજિંગ ૧૯ ઓગસ્ટે ય્-૨૦ દેશોના ડિજિટલ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા બેંગલુરુમાં હતા. ભારતમાં જર્મન એમ્બેસીએ મુલાકાતના વીડિયો અને ફોટા પોસ્ટ કર્યા છે. આમાં તે શાકભાજીની ખરીદી કરી રહ્યા છે અને પેમેન્ટ કરવા માટે ેંઁૈંનો ઉપયોગ કરી રહ્યા છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ભારતની સફળતાની વાર્તામાંની એક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. ેંઁૈં દરેક વ્યક્તિને સેકન્ડોમાં વ્યવહાર કરવા સક્ષમ બનાવે છે. લાખો ભારતીયો તેનો ઉપયોગ કરે છે. ડિજિટલ અને ટ્રાન્સપોર્ટના ફેડરલ મિનિસ્ટર વિજિંગે ેંઁૈં દ્વારા પેમેન્ટ કરવામાં સરળતા અનુભવી. તે તેનાથી ખૂબ જ પ્રભાવિત છે. પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, સોશિયલ મીડિયા યુઝર્સે ભારતની ડિજિટલ આર્થિક ક્રાંતિનો ભાગ બનવા બદલ જર્મન મંત્રીનો આભાર માન્યો. એક યુઝરે લખ્યું કે આ જર્મનીના વેપારીઓ અને દુકાનદારો માટે ઉદાહરણ સમાન હશે જેઓ માત્ર રોકડ વ્યવહારોથી વેપાર કરી રહ્યા છે. તે જ સમયે, અન્ય યુઝરે કહ્યું કે ેંઁૈં વૈશ્વિક બની ગયું છે. જર્મની ેંઁૈં પ્લેટફોર્મમાં ક્યારે જાેડાઈ રહ્યું છે? નોંધપાત્ર રીતે, યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ (ેંઁૈં) એ ભારતની ઝડપી ચુકવણી સિસ્ટમ છે. અત્યાર સુધી, શ્રીલંકા, ફ્રાન્સ, ેંછઈ અને સિંગાપોરે ઉભરતા ફિનટેક અને પેમેન્ટ સોલ્યુશન્સ પર ભારત સાથે ભાગીદારી કરી છે. અગાઉ જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારત અને ફ્રાન્સ ેંઁૈં પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા સંમત થયા છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *