Gujarat

પાવનકારી પુરૂષોત્તમ અને શ્રાવણ માસના તહેવા૨ દ૨મ્યાન પવિત્ર સરસ્વતી નદીમાં સ્નાન કરવાનો મહિમા થશે સાકાર

સિદ્ધપુર સ્વયંપ્રગટ પાંચ શિવાલય ખાતે દર્શનાર્થે આવનાર યાત્રાળુઓ સરસ્વતી નદીએ સ્નાન કરી શકે તે માટે જરૂરી પાણી પુરવઠો પૂરો પાડવા રજૂઆત કરતા કેબિનેટ મંત્રી  બલવંતસિંહ રાજપૂત
સિદ્ધપુર વિધાનસભાના પ્રજાજનોની સતત ખેવના કરતા, લોકકલ્યાણ અને જનસેવાના કાર્યો માટે હરહમેંશા કાર્યશીલ રહેતા લોકલાડીલા કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય  બલવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર શહેર ખાતે આવેલ સરસ્વતી નદીમાં સાબરમતી-સરસ્વતી લીન્ક કેનાલ અથવા નર્મદા કેનાલ આધારીત ખો૨સમ-સિધ્ધીસરોવ૨-સિધ્ધપુ૨ પાઇપલાઇન મા૨ફત સરસ્વતી નદીમાં આ પાવનકારી માસમાં પાણી પુરવઠો પૂરું પાડવા  મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાને પ્રત્યક્ષ રજૂઆત કરી.
ગુજરાતના પનોતા પુત્ર, યશસ્વી અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુરુપૂર્ણિમાના શુભ-દિને સરસ્વતી નદીમાં “મા સરસ્વતી-નર્મદા મહાસંગમ” કાર્યક્રમ યોજી સરસ્વતી નદીમાં નર્મદાના ની૨ના વધામણ કરેલ છે, ત્યારે આ રજૂઆતને પગલે ટૂંક સમયમાં સ્વયંપ્રગટ પાંચ શિવાલયના દર્શન સાથે સ્નાન કરવાનો લાભ ભાવિક ભક્તજનો લઈ શકશે.

IMG-20230727-WA0257.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *