છોટાઉદેપુર નગર ની નજીક આવેલ ઓરસંગ નદી ના કિનારે અતિ પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિર આવેલ છે શ્રદ્ધાળુઓ માટેનું આસ્થાનું કેન્દ્ર છે જ્યા છોટાઉદેપુર જિલ્લાના જ નહિ પણ મઘ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ના પણ શ્રદ્ધાળુઓ અહી માથું ટેકવવા આવતા હોઈ છે. શ્રદ્ધાળુઓ ની આસ્થા અને મદિરનો વિકાસ થાય તે માટે પ્રવાસન વિભાગ દ્વારા કરોડો ના ખર્ચે ઓરસંગ નદી ના કિનારે મંદિર પાસે ઘાટ બનાવવા મા આવ્યો જેને બે માસ પણ થયા નથી અને ઘાટ ની હાલત બદ થી બદતર બની છે. ઓરસંગ નદી ના કિનારે જે ઘાટ બનાવવામા આવ્યો છે જેમાં કોન્ટ્રાક્ટર દદ્વારા ભ્રષ્ટાચાર અને ગુણવત્તા હિનનું કામ કર્યું હોઈ તેવું તે ઘાટ ને જોતાજ કોઈ ને પણ ખ્યાલ આવે જાય મંદિર નજીક બનાવવામા આવેલ ઘાટમાં મસ મોટી તિરાડો થોડાક જ સમયમાં પડી જતા શ્રદ્ધાળુઓમાં ભારો ભાર નારાજગી જોવાઇ રહી. કોન્ટ્રાક્ટરે નવો ઘાટ બને તેવી તજવીજ કરવી જોઈ એ તેવું લોકોનું કહેવું છે. છોટાઉદેપુર નગર ના કિનારે સુંદર અને રળિયામણા વિસ્તાર માં રજવાડાનાં સમય નું આ જાગનાથ મહાદેવ મંદિર કોઈ ને પણ અહી આવવા મજબૂર કરે છે . ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા બનાવવા મા આવેલ ઘાટ માં સારી ગુણવત્તા થી કામ કરવા માં આવ્યું હોત તો કદાચ ઘાટ ની અવધસા જોવાતી નહિ ઉલ્લેખનીય છે કે હાલ માં છોટાઉદેપુર જિલ્લા ની મુલાકાતે આવેલા મુખ્ય મંત્રીએ ભાજાપનાં હોદ્દેદારો અને અધિકારીઓને જે વિકાસનાં કામો થાય છે તેના પર નજર રાખવા ની અને ગુણવત્તા સભર કામ થાય છે કે કેમ તે બાબતે કાળજી લેવા ની ટકોર કરી હતી ઘાટ નું જે રીતે કામ કરવા માં આવ્યું છે તેમાં તિરાડો અને ઉખડી ગયેલા પોપડા જ બતાવે છે કે કામ મા કેટલો
ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હસે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


