મહિલાએ પોલીસ કંટ્રોલને કરતાં રાત્રીનાં પોલીસ દોડી ગઇ….
ઉના – ઉનાનાં ભાચા ગામે મહિલાને કોઈપણ કારણોસર તેનાં પતિનાં મોબાઈલ ફોન પર અભદ્રભાષા સાથે બેફામ વાણી વિલાસ કરી ગાળો ભાંડી હોવાં અંગેની ફરીયાદ ઉના પોલીસમાં મહિલા સરપંચનાં પતિ સામે નોંધાતા ચકચાર મચી જવા પામી છે
ગત રાત્રે આઠ વાગ્યાનાં સમયે ભાચા ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખોડીયાર પાન નામની દુકાન ધરાવતાં અરવિંદભાઈ વનમાળી કિડેચાનાં મોબાઈલ ફોન પર ભાચા ગામનાં મહિલા સરપંચનાં પતિ કાનજીભાઈ નાગજીભાઈ સાખટએ પોતાના મોબાઈલ ફોન પરથી ફોન કરતાં અરવિંદભાઈ વનમાળીનાં પત્ની ભાનુબેનએ ફોન ઉઠાવ્યો હતો. અને અરવિંદને ફોન આપ તેવું જણાવતાં તમે કોણ બોલો છો તેવું ભાનુબેન એ પુછતાં સરપંચ પતિ એ અભદ્ર ભાષાનો વરસાદ વરસાવીને બિભત્સ ગાળો ભાંડી હતી. અને સવારે કાર્યવાહી થશે તેવું જણાવી ફોન કાપી નાખ્યો હતો..
ત્યાર બાદ મહિલા ભાનુબેનએ તેના પતિ અરવિંદભાઈ વનમાળી કિડેચા પોતાના પુત્રને મંદિરેથી લઈને દુકાને આવતાં આ બાબતે વાત કરતાં રાત્રીનાં સમયે ફરીયાદી મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતાં ભાચા ગામે દોડી ગયેલી અને અરવિંદભાઈ વનમાળી કિડેચાનાં પરીવારને પોલીસ વાહનમાં બેસાડી ઉના લાવતાં ત્યાં ભાનુબેન કિડેચાએ મહિલા સરપંચનાં પતિ સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી કોઈપણ કારણોસર ગાળો આપ્યા અંગેની ફરીયાદ નોંધાવી હતી. આ બનાવની ઓડિયો ટેપ શોસીયલ મિડીયામાં વાયરલ થતાં ભારે ચકચાર ફેલાઇ છે
(ઓડીયો ક્લીપના અંશો)
મહીલા – હલ્લો કોણ બોલો છે…
કાનજીભાઇ – હું જે બોલતો તુ અરવિંદને બોલાવીલે આટલા શબ્દો બોલી કાનમાં કિડા પડે તેવી ગાળો પછી તારૂ પરૂજ કરી દેવાનુ છે….
મહીલા – તમે ગાળો કેમ બોલો છો…
કાનજીભાઇ – ફરી એક વખત ન સંભળાઇ શકે તેવી ગાળો જે અહી લખી શકાય તેમ નથી સવારે આઠ વાગે હું આવુ છુ તારૂ કરી નાખવુ છે…
મહીલા – પણ તુ ગાળો કોણે બોલે છે…
કાનજી – કાનજીભાઇ મહીલા પણ ગાળો સીવાય કહ્યુ જ બોલતા નથી ગાળો પણ એવી કે સાંભળવામાં પણ શર્મ આવે..