Gujarat

અમદાવાદ ડિવિઝનથી દોડતી ૭ સમર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા ઓગસ્ટ સુધી લંબાવાયા

અમદાવાદ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર ૦૯૪૧૯/૦૯૪૨૦ અમદાવાદ -તિરુચિરાપલ્લી સહિતની ૭ ટ્રેનોને સમાન સંરચના, સમય, સ્ટોપેજ અને રૂટ સાથે વિશેષ ભાડા પર અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી ૭ સમર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. જે ટ્રેનમાં હવે ફર્સ્ટ એસી કોચ પણ હશે.ટ્રેન નંબર ૦૯૪૧૯ અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશ્યલ જે અગાઉ ૨૯ જૂન, ૨૦૨૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે ૩૧ઓગસ્ટ, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર ૦૯૪૨૦ તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ જે અગાઉ ૨ જુલાઈ, ૨૦૨૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે ૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનમાં ૦૬ જુલાઈ ૨૦૨૩થી અમદાવાદ અને ૦૯ જુલાઈ ૨૦૨૩થી તિરુચિરાપલ્લીથી ૨ કોચ એસી ૩ ટાયર કોચ અને એક ફર્સ્ટ એસી કોચ વધારાના ઉમેરવામાં આવશે.અમદાવાદ મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રેન નંબર ૦૯૪૧૯, ૦૯૪૧૭, ૦૯૪૨૧, ૦૯૪૧૩, ૦૯૫૭૫, ૦૯૫૨૫ અને ૦૯૫૨૩ વિસ્તૃત ફેરાનું બુકીંગ ૨૫ જૂન, ૨૦૨૩થી તમામ પીઆરએસ કાઉન્ટર અને ૈંઇઝ્ર્‌ઝ્રની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરોને ુુુ.ીહૂેૈિઅ.ૈહઙ્ઘૈટ્ઠહટ્ઠિૈઙ્મ.ર્ખ્તદૃ.ૈહની મુલાકાત લેવા અપીલ કરી છે.ટ્રેન નંબર ૦૯૪૧૭ અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશ્યલ જે અગાઉ ૨૬ જૂન, ૨૦૨૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે ૨૮ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર ૦૯૪૧૮ પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ જે અગાઉ ૨૮ જૂન ૨૦૨૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે.ટ્રેન નંબર ૦૯૪૨૧ અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ જે અગાઉ ૨૬ જૂન, ૨૦૨૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે ૨૮ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર ૦૯૪૨૨ દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ જે અગાઉ ૨૮ જૂન ૨૦૨૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે ૩૦ ઓગસ્ટ ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે.ટ્રેન નંબર ૦૯૪૧૩ અમદાવાદ-સમસ્તીપુર સ્પેશ્યલ ટ્રેન જે અગાઉ ૨૭ જૂન, ૨૦૨૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે ૨૯ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર ૦૯૪૧૪ સમસ્તીપુર-અમદાવાદ સ્પેશ્યલ જે અગાઉ ૨૯ જૂન, ૨૦૨૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર ૦૯૫૭૫ રાજકોટ-મહબૂબનગર સ્પેશ્યલ જે અગાઉ ૨૬ જૂન, ૨૦૨૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે ૨૮ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર ૦૯૫૭૬ મહબૂબનગર-રાજકોટ સ્પેશ્યલ જે અગાઉ ૨૭ જૂન, ૨૦૨૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે ૨૯ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે.ટ્રેન નંબર ૦૯૫૨૫ ઓખા-નાહરલાગુન સ્પેશ્યલ જે અગાઉ ૨૭ જૂન, ૨૦૨૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે ૨૯ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે ટ્રેન નંબર ૦૯૫૨૬ નાહરલાગુન-ઓખા સ્પેશ્યલ જે અગાઉ ૧ જુલાઈ, ૨૦૨૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે ૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે.ટ્રેન નંબર ૦૯૫૨૩ ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સાપ્તાહિક સ્પેશ્યલ જે અગાઉ ૨૭ જૂન, ૨૦૨૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે ૨૯ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર ૦૯૫૨૪ દિલ્હી સરાઈ રોહિલા-ઓખા સાપ્તાહિક સ્પેશ્યલ જે અગાઉ ૨૮ જૂન, ૨૦૨૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે ૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે.

Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *