Gujarat

વૃક્ષો ધરાશાયી થતાં કાલાવડ-ધોરાજી હાઇવે બંધ થયો

રાજકોટ
ગુજરાત પરથી ગઈકાલે બિપરજાેય વાવાઝોડું પસાર થયું. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક મકાનોને નુકશાન થયું છે, ત્યારે જામનગરમાં વાવાઝોડાને પગલે ગઈકાલ રાતથી જાેરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. પવનના કારણે અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે. કાલાવડ-ધોરાજી હાઇવે પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેના કારણે કાલાવડ-ધોરાજી હાઇવે બંધ થયો હતો. રસ્તા વચ્ચે વૃક્ષ પડતા વાહનવ્યવહારને અસર થઈ હતી. જામનગરના જામજાેધપુર તાલુકામાં પણ બિપોરજાેય વાવાઝોડાની અસર જાેવા મળી હતી. જામજાેધપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. પવન સાથે વરસાદના કારણે અનેક મકાનોને નુકશાન થયું હતું. મકાનોના નળિયા ઉડી ગયા હતા તો અનેક મકાનો ક્ષતિગ્રસ્ત થયા હતા. સદનસીબે વાવાઝોડાના કારણે કોઈ જાનહાની થઈ નથી.ગુજરાતના દરિયાકાંઠે બિપરજાેય વાવાઝોડુ ટકરાવાની અસર જામનગરમાં પણ જાેવા મળી છે. જામનગરના કાલાવડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં આવેલી વાડી વિસ્તારમાં બિપરજાેય વાવાઝોડાની અસર જાેવા મળી છે. તાલુકાના ખાનકોટડા,બાગા,બેરાજા ,ધૂળશિયા, ઘુતારપર સહિત અનેક ગામોમાં વાવાઝોડાની અસર જાેવા મળી છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *