16 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોએ ભર્યા ફોર્મ
વંથલી માર્કેટિંગ યાર્ડની 16 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસની પેનલના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.16 બેઠકો માંથી વિભાગ માટે 10 બેઠકો તેમજ વેપારી વિભાગ માટે ચાર બેઠકો અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓની 2 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે. આ ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આજે નિયુક્તિ પત્રોની યાદી પ્રસિદ્ધ કરાઈ હતી.જેમાં ઉમેદવારી પાછી ખેંચી ન હોય તેવા ખેડૂત વિભાગ માટે 20 માન્ય ઉમેદવારોના નિયુક્તિ પત્રો,વેપારી વિભાગ માટે 8 માન્ય ઉમેદવારોના નિયુક્તિ પત્રો અને સહકારી ખરીદ વેચાણ માટે 4 માન્ય ઉમેદવારોના નિયુક્તિ પત્રોની યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવી હતી.બાદમાં આગામી તારીખ 1- 7- 2023 ના રોજ વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી
