ઊના તાલુકામાં બે વર્ષ પહેલા આવેલ તાઉતે વાવાઝોડાએ સમગ્ર નાઘેર પંથકમાં તબાહી મચાવી દીધેલ હતી. ત્યા ફરી તાઉતેથી પણ
ભયાનક બિપરજોય વાવાઝોડુ દરીયા કાંઠે દસ્તક દઇ રહ્યુ છે. અને છેલ્લા બે ત્રણ દિવસથી દરીયા કાંઠા વિસ્તારના લોકોના જીવ ઉચક
હોય અને આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો તેમજ માછીમારોને મુશ્કેલી ન પડે એ માટે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડએ ઉના
તાલુકાના દરીયાકાંઠાના નવાબંદર, સૈયદ રાજપરા જેવા મોટા બંદરો સાથે અનેક દરીયાઇ કાંઠાના ગામોની સવારે મુલાકાત લીધી
હતી. તેમજ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારી ઓની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા. તે સીવાય દરીયાઇ કાંઠા
વિસ્તારના લોકોને સાંભળી તેમને પડતી મુશ્કેલી ઓની નોંધ લઇ હાલ બિપોરજોય વાવાઝોડા સામે સલામતી એજ સાવચેતીના
ભાગરૂપે માર્ગદર્શન આપેલ હતું. તેમજ સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ગુજરાતમાં આફત રૂપી વાવાઝોડું ત્રાટકે નહીં અનૅ સ્થિતિ સામાન્ય
જળવાઈ રહે તથા લોકોને મુશ્કેલી ન પડે તે માટે દરીયા દેવનું પુજન કરી દરીયામાં ચુંદડી શ્રીફળ પધરાવી સોમનાથ દાદાને પ્રાર્થના
પણ કરી હતી. બંનૅ મૉટા બંદરૉ ના સરપંચ સોમવારભાઈ મજૅઠીયા તથા ભરતભાઈ કામળીયા તથા ગ્રામજનોને મળી જરૂરી
સ્થળાંતર તથા વૈકલ્પિક વ્યવસ્થા બાબતની પણ ચર્ચા વિચારણાઓ કરી હતી તેમની સાથે જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ રાજુભાઇ
ડાભી, તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઇ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, જીલ્લા પંચાયતના
સદસ્ય લખમણભાઇ બાંભણીયા, બાબુભાઈ બાંભણીયા વગૅરૅ જૉડાયા હતા.


