Gujarat

યાત્રાધામ અંબાજી ગામમાં ”મારી માટી – મારો દેશ” કાર્યક્રમ દ્વારા રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયો

*દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરો ને વંદન કરીને વિરોને યાદ કરાય*
            બનાસકાંઠા જિલ્લામાં ”આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત  ”મારી માટી – મારો દેશ” કાર્યક્રમ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. કાર્યક્રમના તીજા દિવસે યાત્રાધામ અંબાજી દેશભક્તિના રંગે રંગાયો હતો. જે અન્વયે  પ૨ ગ્રામ આગેવાનો અને અંબાજી ગ્રામ પંચાયત નાં કર્મચારી દેશભકિતના માહોલમાં ”મારી માટી – મારો દેશ” અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યા મા ગ્રામજનો એ દેશભક્તિના રંગે રંગાઈ માટી હાથમાં લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી.
       “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમના આયોજનથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે પંચાયત નાં અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનઓ, વડીલો, માતા, બહેનો અને બાળકો સહિતના ગ્રામજનો “મારી માટી, મારો દેશ કાર્યક્રમમાં
સહભાગી બન્યા હતા. તેમજ  દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી. સ્થાનિક આગેવાનઓ, મહાનુભાવો દ્વારા અધિકારીઓ સાથે બાળકોએ અંબાજી હાઈ સ્કૂલ ખાતે શિલાફલકમનું પૂજન અર્ચન કરી અનાવરણ કરવામાં આવ્યું હતુ.
        આ પ્રસંગે ગ્રામજનોએ હાથમાં દીવો લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબધ્ધતાના શપથ લીતા હતા. તો સાથે સાથે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરો ને યાદ કરીને વીરોને વંદન થકી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ધ્વજ વંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતુ.આજે યાત્રાધામ અંબાજી ગામમાં ”મારી મારી – મારો દેશ” કાર્યક્રમ રાષ્ટ્ર ભકિતની ભાવનાથી ઉજવવામાં આવ્યો હતો.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230811_204637.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *