મદદનીશ ખેતી નિયામકની કચેરી, પેટા વિભાગ જબુગામ દ્વારા જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી વર્ષ ૨૦૨૩-૨૪માં છોટાઉદેપુર જીલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને સેન્દ્રિય ખેતી માટેની કીટ વિતરણ કરવામાં આવશે.
મદદનીશ ખેતી નિયામકની કચેરી, પેટા વિભાગ જબુગામ તરફથી મળતી વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન મળે એ માટે ખેડૂતોને બાયો ફર્ટિલાઇઝર, સેન્દ્રિય ખાતર અને બાયો પેસ્ટીસાઇડસની કીટ વિતરણ કરવામાં આવશે. લાભ લેવા માંગતા તમામ જાતિના ખેડૂતોએ વહેલા તે પહેલાના ધોરણે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતી અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક ખેતીનો સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ તેમના ખેડૂત હોવા અંગેના પુરાવા જેવા કે, ૭/૧૨ની નકલ ૩, ૮-અની નકલ ૨ અને આધારકાર્ડ નકલ મોડામાં મોડી તા. ૧૦/૦૭/૨૦૨૩ સુધીમાં જમા કરાવવાની રહેશે. કીટ વિતરણ તાલુકાના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. કીટ વિતરણ જે તે તાલુકા મથકે કરવામાં આવશે એમ મદદનીશ ખેતી નિયામક, પેટા વિભાગ જબુગામ તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
