ઊનાના નવાબંદર તેમજ સૈયદ રાજપરાના દરીયા કાંઠાના વિસ્તારના લોકોને સ્થળાંતર કરાયા….
નવાબંદર મરીન પોલીસ દ્વારા સૈયદ રાજપરા બંદર તેમજ નવાબંદર ગામના લોકોને સાવચેત રહેવા એલાઉંસ કરી સતત સઘન
પેટ્રોલિંગ હાથ ધર્યુ.
બિપરજોય વાવાઝોડાંની અસર આજે સવારથી વાવાઝોડાંની અસર વધુ વર્તાય હતી. ત્યારે ઉનાના સૈયદ રાજપરા બંદર તેમજ
નવાબંદર દરિયા કાંઠે જોવા મળી હતી. ત્યારે કોઠા દરિયા કાંઠે દરિયાના 10 થી 15 ફુટ ઉંચા મોજા ઉછળ્યા હતા. જ્યારે દરિયા કાંઠે
વસતા સ્થાનીક અનેક પરિવારજનો આ પરિસ્થિતિને જોઈ તંત્ર દ્રારા સાઇકલોન સેન્ટર ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. આ
ઉપરાંત નવાબંદર ગામના રામમંદિર પાસે વસવાટ કરતા લોકોને પણ તંત્ર દ્રારા નજીકની શાળામાં સ્થળાંતર કરેલ. બિપરજોય
વાવાઝોડાની અસરને લઈ દરીયાઇ કાંઠા વિસ્તારમાં નવાબંદર મરીન પોલીસ દ્વારા સૈયદ રાજપરા બંદર તેમજ નવાબંદર સહીત
ગામોમા લોકોને સાવચેત રહેવા એલાઉંસ કરી સતત સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જોકે બપોર બાદ દરીયા કાંઠામાં
અતિભારે પવન ફુંકાતા લોકોમાં વાવાઝોડાનો ભય તો સતાવી રહ્યો હતો. પરંતુ બે વર્ષ પહેલા આવેલા તાઉતેની યાદ અપાવી દીધી
હતી.
ગત તાઉતે વાવાઝોડાંના કારણે દરિયા કાંઠે પ્રોટેક્શન દીવાલ તૂટી ગઈ હતી. પરંતું આજ સુઘી આ પ્રોટેક્શન દીવાલ બનાવામાં આવી
ન હોવાના કારણે આ કાંઠા વિસ્તારના લોકો મુશ્કેલી સાથે ભય અનુભવી રહ્યાં છે. કયારે પ્રોટેક્શન દીવાલ બનાવામાં આવશે તેવા
પ્રશ્નો ઉભા થવા પામેલ. આ બાબતે જયેશ બાંભણીયા એ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા આ પ્રોટેક્શન દિવસ તૂટી ગયેલ હોવા છતાં
તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી ન હતી. જેના કારણે ગમે ત્યારે વાવાઝોડાની અસર આવે ત્યારે દરિયા કિનારે રહેતાં લોકોને
મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ પ્રોટેકશન દિવાલ તંત્ર દ્વારા બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.