ઘરમાં પ્રવેશ કરી વૃધ્ધા પાસે પૈસાની માંગણી કરી ગળામાં પહેરેલ સોનાનો ચેઈન ને આંચકો મારી છરીનો ઘા ઝીંકી દીધો હતો.
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે રહેતા ૭૦ વર્ષીય વૃધ્ધ મહીલા ઈલાબેન રમણીકલાલ ચોટલીયા જેઓ એકલા રહે છે. ત્યારે રાત્રીના સમયે બે શખ્સો લુંટ કરવાના ઈરાદે ઘરમાં પ્રવેશ કરી વૃધ્ધા પાસે પૈસાની માંગણી કરી તેમજ ગળામાં પહેરેલ સોના નો ચેઈન ને આંચકો મારી લુંટ કરવાના ઈરાદે ઈલાબેનને છરીના ઘા ઝીંકી ઈજાગ્રસ્ત કરી બંને નાસી છુટયા હતા ત્યારે ગામ લોકોને ખબર પડતાં ગામ લોકો એકત્રીત થઈ ને પોલીસને જાણ કરતા ઘટના સ્થળે બોટાદ એસ.પી,ડી.વા.એસ.પી, એલ.સી.બી.,રાણપુર પી.એસ.આઈ.એસ.જી.સરવૈયા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.જ્યારે ઈલાબેન ને ગંભીર ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે બંને આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો દ્વારા શોઘખોળ હાથ ધરવામાં આવી હતી અને પોલીસે ગણત્રરીની કલાકોમાં બંને શખ્સોને ઝડપી લીધા હતા.ધર્મેન્દ્રસિંહ હનુભા ગોહીલ ગામ.સુંદરીયાણા અને ધનરાજસિંહ ભુપતસિંહ ઝાલા ગામ.કમાલપુર ધોળી તા.લિંબડી.જી.સુરેન્દ્રનગર બંને શખ્સો એ ઈલાબેન પાસે લુંટ કરવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો હતો જ્યારે પોલીસે બંને ની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે….


