Gujarat

એક જાહેર માર્ગ પરનો ખાડો શું કરી શકે છે તેની શક્યતાઓ પર પણ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. રેલવે માર્ગ પર આવું થાય તો રેલ વહેવાર અટકી જાય. જ્યારે જાહેર સડક માર્ગે લોકો ખાડાથી પરેશાન ન હોય એવું બને થોડું. કોઈ પણ જાહેર માર્ગ પર ખાડો પડે તો તેના તારણો અને કારણો પર ગંભીર ચિંતન કરી એક અનોખી માર્ગ વ્યવસ્થા નિર્માણ કરવા જોઈએ..  એક ખાડો પડ્યો એમાં  શું? એ વાત હરગીઝ ચલાવી ન લેવી જોઈએ. 

સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
હચોડો બાય પાસ જ નોતો ! હવે ” ખાડો” પડે તો કે છે !
———————————————————————
ઉપરોક્ત શબ્દો દર્શાવતો એક વિડિયોમાં  એક રાજકીય નેતા આવું બોલી ગયા હશે,ત્યારે જ વિચાર આવ્યો કે ” એકાદ ખાડા” ની ગંભીર અસરોથી આ નેતા  વાકેફ ન હોઈ તેવું તો ન બને. ખૂબ  હોંશિયાર હંમેશ ” બચાવ” કરવાની કુનેહ ધરાવતા હોવાથી કદાચ આવું બોલ્યા હોઈ શકે.  પરંતુ એક ખાડો (૧) કોઈનો જીવ લઈ શકે છે.( અનેકનાં લેવાયેલાનાં દાખલા નોંધાયેલા છે,વિવિધ ગામ/ શહેર અને સડકો પર)
(૨) કોઈને કાયમી કે આંશિક અપંગ બનાવી શકે છે.
(૩) અનેક વાહનોને હજારથી લાખ રૂપિયા સુધી નુકશાન પહોંચાડી શકે છે.
(૪) અકસ્માતને ખુલ્લું નિમંત્રણ!
(૫) માનવ કલાકોનો વ્યય !( સરકાર શ્રી પોતે આ જાણે છે.એટલેજ ” ડેડીકેટેડ ” ફ્રેઇટ કોરિડોર રેલમાં બનાવે છે.
(૬) માનવ+ વાહન + માલસામાનની અસલામતી( ભાંગ  તુટ !) ગુનો એટલો જ છે ઓટોમોબાઇલનો કે તે રેલ માફક એક ખાડો પડે એટલે ” થંભી” નથી જતી,ચલાવી લે છે.રેલમાં “એક ખાડો” ય હાલે ?
મતલબ કે ચલાવી લે,સહન કરી લે તેનો ગેરલાભ સૌ ઉઠાવે.જાગો મતદાર ! જાગો ! સબસે બડે તો તુમ્હી હો !
જય મતદાર! જેટલું ચલાવી લેતાં શીખશું એટલું સહન કરવું પડશે.
–અહેવાલ હર્ષદભાઈ જોશી બિપીનભાઈ પાંધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *