જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયા તાલુકામાં દરિયાઈ કાંઠા વિસ્તારનો સમાવેશ થઈ રહ્યો છે. સંભવિત વાવાઝોડાની અસરને લીધે પવનની ગતિ વધુ હતી. જૂનાગઢ જિલ્લાના ૬ તાલુકા ગીર સોમનાથના ૩ તાલુકા અને માળિયાના ૩ તેમજ અમરેલીના ૩ ગામ સહિત ૪૫૬ ગામોમાંથી ૨૫૦ ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો તે દરેક ગામમાં વીજ પુરવઠો પૂર્વ વત કરવામાં આવ્યો છે. હાલમાં દરેક ગામમાં વીજ પુરવઠો શરુ છે. જૂનાગઢ વીજ વિભાગમાં ૪ ડિવિઝન અને ૨૧ સબ
ડિવિઝન અંતર્ગત ૪૪૩ ખેતીવાડી ફીડર હતા તેમાંથી ૩૨૯ ફીડર અસરગ્રસ્ત હતા તે રિપેરીંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને અન્ય કામગીરી પ્રગતિ તળે છે. જ્યોતિગ્રામ યોજના તળેના ૧૪૫ ફીડર હતા તેમાંથી ૭૪ અસરગ્રસ્ત ફીડર હતા તેના રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ખેતીવાડી વીજ કનેક્શન માટેના ૪૭૫ થાંભલાઓમાંથી ૬૬
વીજ થાંભલાઓની કામગીરી પૂર્ણ થઈ છે અને અન્ય વીજ થાંભલાઓની રિપેરીંગ કામગીરી પ્રગતિ તળે છે. ૩૪ ટ્રાન્સફોર્મરમાંથી ૧૦ રિપેરિંગ કામ થયું છે અન્ય કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, જૂનાગઢ વીજ વિભાગના ૨૨ સબ ડિવિઝનની સમગ્ર ટીમ અને સ્ટાફ ઉપરાંત ૨૦ અન્ય ટીમ સતત ૨૪ x ૭ કાર્યરત છે, તેમ
જૂનાગઢ વીજ વિભાગ અધિક્ષક ઇજનેરશ્રી પરમારે વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
