નવીદિલ્હી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી દરબાર સાહિબના ભૂતપૂર્વ મુખ્ય ગ્રંથી સિંઘ સાહિબ જ્ઞાની જગતાર સિંહજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ટવીટર પોસ્ટની શ્રેણીમાં, પ્રધાનમંત્રી કહ્યું; “શ્રી દરબાર સાહિબના ભૂતપૂર્વ મુખ્ય ગ્રંથી સિંઘ સાહિબ જ્ઞાની જગતાર સિંહજીના નિધનથી વ્યથિત છું. તેમને તેમના સમૃદ્ધ જ્ઞાન અને ગુરુ સાહેબોની દ્રષ્ટિને અનુરૂપ માનવતાની સેવા કરવાના પ્રયત્નો માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના.”

