Gujarat

માણાવદર અને મેંદરડા આઇ.ટી.આઇ ખાતે પ્રવેશ મેળવવા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ

જૂનાગઢ જિલ્લાના માણાવદર અને મેંદરડા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશસત્ર ૨૦૨૩ દરમિયાન પ્રવેશ મેળવવા અંગેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ છે. જેમાં માણાવદર આઇ.ટી.આઇ.માં ઉપલબ્ધ વાયરમેન, મિકેનિક ડિઝલ, કોમ્પ્યુટર તેમજ સુઇંગ એન્ડ ટેક્નોલોજી જેવા ટ્રેડ માટે ધો.૮ થી ધો.૧૦ પાસ ઉમેદવારોએ રુબરુ સંપર્ક કરવા જણાવ્યું છે. ફોર્મ રજિસ્ટ્રેશનની છેલ્લી તા.૨૫/૦૬/૨૦૨૩ છે. જ્યારે મેંદરડા આઇ.ટી.આઇ.માં ઉપલબ્ધ ફીટર, મિકેનીકલ ડીઝલ, કોપા, જેવા ટ્રેડ માટે ધોરણ ૧૦ પાસ ઉમેદવારોએ રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે તેમજ ફોર્મ રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૨૫/૦૬/૨૦૨૩ છે, તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *