વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન નચિકેતા વિદ્યામંદિર – માંગરોળ દ્વારા શ્રી વિપુલભાઇ પરમાર ના માર્ગદર્શન હેઠળ
આજ રોજ વિદ્યાલયના બાળકો દ્વારા માંગરોળ નગરના વિવિધ વિસ્તારમાં જઈ બાળકો દ્વારા રક્ષા સૂત્ર બાંધીને રક્ષાબંધન કાર્યક્રમ ની સુંદર ઉજવણી કરવા માં આવી
જેમાં પ્રથમ નવા બસ સ્ટેશન પાસે આવેલ સેવા વસ્તીમાં જઈ બાળકો દ્વારા સ્થાનિક બાળકો,બહેનો,માતાઓ અને ભાઈઓને રાખડી બાંધીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સેવા વસ્તીમાં દાનાભાઈ ખાંભલા,સુદિપભાઈ ગઢિયા, પીયૂષભાઈ ભસ્તાન,કેતનભાઈ નારશાણા સેવામાં જોડાયા હતા,ત્યારબાદ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન જીવાભાઈ સોલંકી અને આપણા ટ્રસ્ટીને પણ રાખડી બાંધવામાં આવી.
માંગરોળ – માળીયા વિધાનસભાના લોકપ્રિય માં.ધારાસભ્યશ્રી ભગવાનજી ભાઈ કરગટિયાના કાર્યાલય પર રૂબરૂ મુલાકાત કરી રક્ષા સૂત્ર બાંધવામાં આવેલ.
માંગરોળ પોલીસ સ્ટેશનમાં માંગરોળ પી.એસ.આઇ સોલંકી મેડમ ની મુલાકાત કરવામાં આવેલ અને સમગ્ર સ્ટાફને પણ રક્ષા સૂત્ર બાંધવામાં આવેલ આ તકે પી.એસ.આઇ સોલંકી મેડમ દ્વારા બહેનોને ઘણી ઉપયોગી માહિતીથી માહિતગાર કરવામાં આવેલ.
તેમાં માંગરોળ તાલુકા હેલ્થ ઓફીસસર ડૉ. ડાભી સાહેબ,માંગરોળ શિક્ષણ વિભાગ BRC અરજનભાઈ કરમટા, કેનિશ્રી આનંદભાઈ તન્ના, ભાજપ માંગરોળ શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા સાથે ગોપાલ કૃષ્ણ ગૌ શાળાની મુલાકાત કરી, શહેર યુવા ભાજપા ભગીરથસિંહ ચુડાસમા, સંજીવની નેચર ફાઉન્ડેશના પ્રમુખ નરેશબાપુ વગેરે લોકોનો સંપર્ક કરી રક્ષાબંધન ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાલયની બહેનો, ભૂમિદીદી અને શાળા સંચાલક વિપુલભાઈ પરમાર જહેમત ઉઠાવી હતી..
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોલ

