જવાબદારી સ્વીકારવામાં અને પગલાં ભરવાને બદલે પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સંતાકૂકડી રમીને પત્રકારોને ધક્કે ચડાવ્યા
જેતપુર પંથકની ભાદર નદીમાં કેમિકલ છોડીને સમયાંતરે નદીના પાણીને પ્રદૂષિત કરતાં કેમિકલ માફિયાઓ પર કાયદાનો ગાળિયો પહેરાવી દેતા હવે ભાદર નદીમાં પ્રદૂષણ ઠાલવવાનું કોઈ સાહસ નથી કરતું પણ ઉપલેટા નજીકની મોજ નાદિમાં કોઈ કેમિકલ માફિયા ગઈ કાલે ગમે તે સમયે ભયંકર કેમિકલ ઠાલવી જતાં નદી નજીકના ચેકડેમમાંથી ઉછળેલા સફેદ ફીણથી અહી દરિયા જેવુ વાતાવરણ ખડું થયું હતું પણ તેની સાથે જ નદીનું પાણી પ્રદૂષિત થઈ ગયું હોય, ખેતપાકોને નુકશાન તો નહીં પહોંચાડેને તેવા ખેડૂતોમાં પ્રશ્નો ઉઠયા છે. જાણકારો કહે છે કે અગાઉ પણ આવો પ્રયાસ થયો હતો. પણ આ વખતે આવો મોજ નદીના પાણીને પ્રદૂષિત કરવાનો ફરી હિન પ્રયાસ થતાં સંબંધિત પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પણ કહેવાય છે કે જીપીસીબીના વિનોદ પરમાર અને ધર્મેન્દ્ર વાંકાણી જાણે કેમિકલ માફિયાઓના ખીલે કુદતા હોય તેવો તાલ સર્જાતાં ગામના લોકોમાં એક રોષ જોવા મળે છે. આ બાબતે ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને વાકેફ કરવામાં આવતા ધોરાજી ડેપ્યુટી કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે આ જીપીસીપીના અધિકારી આ બાબતે જવાબ આપી શકે અને હું પણ તેઓને ફોન કરી આપું છું.
ત્યારે ડેપ્યુટી કલેક્ટર દ્વારા જીપીસીપીના અધિકારી વાકાણીને વાત કરીને મીડિયાને જવાબ આપવા તાકીદ કરી હતી. ત્યારે વાકાણીએ રીતસરની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી અમારા જીપીસીપીના કર્મચારી વિનોદ પરમાર ત્યાં છે એને મેં વાત કરી દીધી છે કે આ બાબતે તમને જવાબ આપશે. આમ આ બંને અધિકારીઓએ સંતાકૂકડી રમવાનું શરૂ કરીને મીડિયાના પ્રતિનિધિઓને હેરાન પરેશાન કર્યા હતા.
બોક્સ
મીડિયાને ધક્કે ચડાવતા જીપીસીબીના અધિકારીઓ
વાત અહીથી અટકતી નથી જ્યારે મીડિયાની ટીમ જેતપુરથી ઉપલેટા પહોંચી ત્યારે આ અધિકારી વિનોદ પરમારે કહ્યું કે હું અત્યારે સુપેડી ચામુંડા હોટલમાં જમવા બેઠો છું. ત્યારે મીડિયાની ટીમ સુપેડી ગામ પહોંચીને ચામુંડા હોટલથી સંપર્ક કરતાં વિનોદ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું કે અમે તો હજી ઉપલેટા છીએ ! આમ મીડિયાને હેરાન કરીને આ અધિકારીએ કેમિકલ માફિયાઓ સાથે મિલીભગત સાબિત કરી દીધી હોવાનો પત્રકારોને અહેસાસ થયો હતો.
આ પ્રકારના ગોળગોળ ખોટા જવાબ આપવામાં આવ્યા ત્યારે એવું લાગે છે કે આજે કેમિકલ યુક્ત પ્રદૂષિત નદીઓ થઈ રહી છે તેમાં પાપના ભાગીદાર જીપીએસપીના અધિકારી પણ હોઈ શકે તેવા આક્ષેપો થયા છે. અને તે એટલા માટે કે પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ કેમિકલ માફિયાનો છાવરતા હોવાનું આજે સ્પષ્ટ જોવા મળ્યું હતું.


