તસવીર : મકસુદ કારીગર,કઠલાલ
મહુધા તાલુકા ના અલીણા ગામ વસ્તી ધરાવતું ગામ હોય સરકાર દ્વારા વિકાસ ની ગ્રાન્ટ પણ તાલુકા ના તમામ ગામો કરતાં વધુ ફાળવવામાં આવતી હોય છે. તથા તાલુકા સભ્ય. નાણાં પંચ. જેવી અનેક ગ્રાન્ટ આવતી હોવા છતાં પણ પીવા ના પાણી રોડ રસ્તા જેવી સમસ્યા નો અંત આવતો નથી.
અલીણા તાબે આવેલ સાકડીયા જવાનો રસ્તો ધણા વર્ષો થી દર ચોમાસામાં કાદવ કીચડ થતો હોવા છતાં પણ આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વલણ દાખવવામાં આવતુ હોય તેવુ દેખાય આવે છે. માત્ર ચુટણી ના સમયે કામો થઈ જશે તેવા વચનો આપી વૉટ માગવામાં આવે છે. તે પછી સમસ્યા હલ કરવા મા રસ ન દાખવતા પ્રજા ની જેમની તેમ હોય છે.
ચોમાસા ના સામાન્ય વરસાદ મા સાકડીયા થી અલીણા પગપાળા કાદવ કીચડ વાળા રસ્તો ખુબ જ મુશ્કેલ બની જાય છે. જેના કારણે શાળા એ જતાં બાળકો ને પણ પારાવાર મુશ્કેલીઓ નો સહન કરવી પડે છે. અને વરસાદ પડતાં જ બાળકો નુ મિની વેકેશન પડી જાય છે.


