કેરીએ ભારતનું સૌથી લોકપ્રિય ફળ માનું એક ગણવામાં આવે છે.કેરીનો ઇતિહાસ ૫૦૦૦ વર્ષથી પણ પુરાણો છે. દર વર્ષે ૨૨ જુલાઈએ રાષ્ટ્રીય કેરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.જૂનાગઢ જિલ્લાની ગીર કેસર કેરીનો સ્વાદ અને સોડમ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમજ જૂનાગઢ જીલ્લો કેસર કેરીના ઉત્પાદનમાં અગ્રેસર છે.
બાગાયત નિયામક શ્રી ઉસદડિયાના જણાવ્યા મુજબ જૂનાગઢ જિલ્લામાં ૮૯૦૦ હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થાય છે અને દર વર્ષે ૫૩૮૪૫ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે.જૂનાગઢ જિલ્લામાં વંથલી, મેંદરડા, ભેસાણમાં આંબાના બગીચા મોટા પ્રમાણમાં જોવા મળે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. ડી.કે વરુના જણાવ્યા મુજબ ખેડૂતો મોટા પાયે આંબાના બગીચા બનાવે છે. હાલ ખેડૂતોને નવી ટેકનોલોજીથી એટલે કે ધનિષ્ઠ વાવેતર પદ્ધતિથી ખેતી કરવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આમ આંબાના બગીચામાં ખેડૂતોનું ભવિષ્ય ઉજ્જવળ છે.આ ઉપરાંત સરકારશ્રી દ્વારા પણ સહાય કરવા કરવામાં આવી રહી છે.


