Gujarat

વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીને મંજુરી હુકમ વિતરણ કરવામાં આવ્યા

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના સયુંકત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી મેંદરડા તાલુકામાં સરસ્વતી વિદ્યા મંદિર ખાતે કરવામાં આવી હતી.

જેમાં  ચીફ ડીસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. મનોજભાઈ સુતરીયા, ક્વોલીટી એસોરન્સ મેડીકલ ઓફિસર ડો. પી.એ.પઠાણ,  એપેડેમીક મેડીકલ ઓફિસર ડો. એચ.કે.લાખાણી,  ડીસ્ટ્રીકટ પબ્લિક હેલ્થ નર્સ લક્ષ્મીબેન પરમાર તાલુકા હેલ્થ ઓફિસરમેંદરડા ડો.પૂજાબેન પ્રિયદર્શનીદહેજ પ્રતિબંધક અધિકારીશ્રી બી.ડી.ભાડ(ગ્રામ્ય), DHEWનો સ્ટાફ તેમજ શાળાનો સ્ટાફ ગણ અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાવો થીમ પર વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.  તેમજ વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીને મંજુરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા.  ત્યાર બાદ વિવિધ તજજ્ઞો દ્વારા શારીરિક સ્વાસ્થ્ય અંગેની સમજ આપવામાં આવી હતી.  આ ઉપરાંત મહિલાલક્ષી વિવિધ યોજનાઓની  માહિતી આપવામાં આવી હતી.  તેમજ લોકો વધુમાં વધુ જાગૃત થાય તે માટે નાટક દ્વારા સંદેશો પાઠવવામાં આવેલ અને સહભાગી થયેલ તમામ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ તેમજ IEC વિતરણ કરવામાં આવ્યું હતુ.  આ સમગ્ર કાર્યકમનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસર મેંદરડા દ્વારા કરવામાં આવ્યું  હતુ.

તે ઉપરાંત દોલતપરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં કિશોરીઓને માસિકધર્મ સ્વાસ્થ્ય અંગેની સમજ આપી. કિશોરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા.

beti-bachao-ujavni-mendarda-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *