નવીદિલ્હી
સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહેન્દ્રગિરી (સ્ટ્ઠરીહઙ્ઘટ્ઠિખ્તૈિૈ)નું પ્રક્ષેપણ આર્ત્મનિભર નૌકાદળના નિર્માણમાં દેશની અવિશ્વસનીય પ્રગતિનો યોગ્ય પુરાવો છે. અત્યાધુનિક સેન્સરથી સજ્જ, ૫૧દ્ભસ્ઁૐની સ્પીડ અને દુશ્મનનો અવાજ સંવેદન કેચ કરવામાં સક્ષમ, સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગીરી કેવી રીતે વધારશે નેવીની શક્તિ.. જે જણાવીએ, ભારતીય નૌકાદળની તાકાત વધુ વધવાની છે. યુદ્ધના પડકારો વચ્ચે સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગિરી નૌકાદળની શક્તિ વધારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ૨૦૧૯ થી ૨૦૨૩ સુધી છ યુદ્ધ જહાજાે લોન્ચ કરવામાં આવ્યા છે અને તેમાં વપરાતા ૭૫ ટકા ઉપકરણો સંપૂર્ણપણે સ્વદેશી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧ સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેને મુંબઈમાં મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડમાં લોન્ચ કરશે.
મહેન્દ્રગીરી યુદ્ધ જહાજની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે અત્યાધુનિક સેન્સરથી સજ્જ છે અને તે દૂરથી દુશ્મનના અવાજને સંવેદન કરવામાં સક્ષમ છે. તેમાં સ્થાપિત ટોર્પિડો લોન્ચર અને રોકેટ લોન્ચર જહાજની એન્ટી સબમરીન ક્ષમતામાં વધારો કરશે. આ સિવાય મહેન્દ્રગિરી યુદ્ધ જહાજ બે રેપિડ ફાયર ગનથી સજ્જ છે, જે દુશ્મનના દરેક ષડયંત્રને નિષ્ફળ બનાવશે. આ પહેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ૧૭ ઓગસ્ટના રોજ ભારતીય નૌસેના માટે આધુનિક જહાજ લોન્ચ કર્યું હતુ. જેનું નામ (ફૈહઙ્ઘરઅટ્ઠખ્તૈિૈ) છે. સૌથી મહત્વની બાબત એ છે કે પ્રોજેક્ટ ૧૭છ હેઠળ તૈયાર કરાયેલ આ સ્વદેશી યુદ્ધ જહાજ આર્ત્મનિભર ભારતનું પ્રતીક છે અને તે અત્યાધુનિક યુદ્ધ પ્રણાલીથી સજ્જ છે, જેને આર્ત્મનિભર ભારત અભિયાન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ ૧૭છ હેઠળ હવે સાત યુદ્ધ જહાજાેનું નિર્માણ થવાનું છે, જેમાંથી ભારતીય નૌકાદળ દ્વારા શરૂ કરાયેલા પાંચ યુદ્ધ જહાજાે નીલગીરી, ઉદયગીરી, હિમગીરી, તારાગીરી અને દુનાગીરી છે. હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારત સતત તેના વિસ્તારમાં પોતાની હાજરી વધારવામાં વ્યસ્ત છે.

