Gujarat

જંત્રાલ મુકામે સાતમો સમૂહ લગ્ન યોજાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ જંત્રાલ મુકામે નાઝ ફાઉન્ડેશન અને એસ કે ગ્રુપ જંત્રાલ દ્વારા મુસ્લિમ સમાજ માટે નો સાતમો સમૂહ લગ્ન યોજાયો.
જેમાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના કન્વીનર કરીમભાઈ મલેક અને એનસીપી લઘુમતી મોરચો ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માજીદ ખાન ખોખર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા.
 મુસ્લિમ સમાજના બાર જેટલા યુગલોનો ઇસ્લામ ના રીત રિવાજ મુજબ નિકાહ કરી લગ્નગ્રંથિથી જોડાયા. જેમાં નાઝ ફાઉન્ડેશન અને એસ કે ગ્રુપ જંત્રાલ દ્વારા તમામને ઘરવખરીની જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ ભેટ સોગાદ સ્વરૂપે આપવામાં આવી.
 આ કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી દિવાન ફકીર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. નાઝ ફાઉન્ડેશન દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર થી સ્વાગત કરી અને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું. દિવાન ફકીર સમાજની શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર કુમારી સાનિયા દિવાનનું વિશેષ અને માજીદ ખાન ખોખરના સુપુત્ર નું સિવિલ એન્જિનિયરિંગના કોર્સમાં 100 ગુણ માંથી 100 ગુણ મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું.
 આ તબક્કે કરીમભાઇ મલેકે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું. જ્યારે માજીદ ખાન ખોખરે સમાજમાંથી અંધશ્રદ્ધા અને ખોટા ખર્ચા દૂર કરવાની હાકલ કરી જ્યારે હિંમતનગરના હુસેન બાપુ દીવાને સામાજિક ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે ની શરૂઆત ના પગલાં હિંમતનગર થી સામાજિક રીતે સામૂહિક નિર્ણય લઈ અને શરૂ કર્યા તે જાહેર કર્યું હતું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શાહ સમાજ ફાઉન્ડેશન ઇન્ડિયા ગુજરાત ચેપ્ટર ના નવનિયુક્ત પદાધિકારીઓને નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા.
 આ પ્રસંગે હિંમતનગર થી રાષ્ટ્રીય સમાજ ફાઉન્ડેશન ઇન્ડિયા ગુજરાત ચેપ્ટર ના મહામંત્રી અને માનવ અધિકાર કાર્યકર રજબ ફકીર, હુસેન દિવાન ,એડવોકેટ સલીમ દિવાન, મૌલાના સાજીદ અશરફી ,કાંઠા ફકીર સમાજના પ્રમુખ મયુદ્દીન અલી ફકીર ,જાકીર શાદિવાન ,નવસારી જિલ્લામાંથી અંજર શાહ બાપુ દિવાન,ઉના દીવ થી રજાકશા શાહમદાર, ભાવનગર થી તોશિફ શાહ દિવાન, ઉત્તર ગુજરાત માંથી લુણવા ની યંગ કમિટી ,મહેસાણા થી ઈમ્તિયાઝ શાહ દિવાન, અમજદ દિવાન, મહીસાગર જિલ્લાના બાલાસિનોર થી ફકીર દિવાન સમાજના મહિલા અગ્રણી  જમીલાબાનું દિવાન, આણંદ થી રાષ્ટ્રીય શાહ સમાજ ફાઉન્ડેશન ઈન્ડિયા ગુજરાત ચેપ્ટર ના પ્રમુખ બિલાલ દિવાન, આણંદ જિલ્લા પ્રમુખ રફીકશા દિવાન ગોકુલ, તારાપુર થી દાઉદશા દિવાન, જાણીતા પત્રકાર મકસુદ કારીગર વગેરે ની ઉપસ્થિતિ રહી હતી.
.કાર્યક્રમની અંતે સૌ મહેમાનો અને સમૂહ લગ્ન માં જોડાયેલા તમામ લોકોને સુંદર અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આ કાર્યક્રમ ના આયોજક નાઝ ફાઉન્ડેશનના પ્રમુખ મહોતરમાં નજમાબાનું દિવાન અને એસ કે ગ્રુપ જંત્રાલ ના એસ કે ઉર્ફે સાબિર કે.દિવાન અને ટીમનો ઉપસ્થિત મહેમાનોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સુલતાનશા દિવાન રોઝારોજી એ કર્યું

IMG-20230626-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *