*કથાના પ્રથમ દિવસે સંતો મહંતો અને મોટી સંખ્યામાં ગામજનો જોડાયા*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે નવ દિવસ સુધી ચાલનાર શિવ કથા નો થયો પ્રારંભ ભારત દેશમાં અનેકો સંતો મહાત્માઓ ઋષિમુનિઓ પોતાના તપ અને આધ્યાત્મિક જ્ઞાન થી કરોડો લોકો ના જીવન ને એક નવી દિશા આપી છે. દેશ ભર મા અનેકો ધર્મ ગુરુ , સંતો , મહાત્માઓ પોતાના જ્ઞાન અને સિદ્ધિ થી વિશ્વ કલ્યાણ માટે ભૂમિકા નિભાવી રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાન મા પણ અનેકો તેજસ્વી મહાત્માઓ અને સાધુ સઁતોએ જન્મ લીધો છે. ગુજરાત યાત્રાધામ અંબાજી ની પાવન ધરતી પર અનેકો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે.
શક્તિપીઠ અંબાજી ની પાવન ધરા પર આજ થી શિવ કથા પ્રારંભ થઈ છે. તારીખ 12/06/2023 થી 20/06/2023 સુધી 9 દિવસ શિવ કથા અંબાજી મા મહાદેવીયા વાળી ધર્મશાળા મા યોજાશે. આજે કથા ના પ્રથમ દિવસે પૂજ્ય દંડી સ્વામી શ્રી અવધેશાનંદજી મહારાજ અને પૂજ્ય થાના પતિ વિજય પુરી મહારાજ તથા પૂજ્ય સુરજનાથજી મહારાજ શ્રી ના વદ હસ્તે દીપ પ્રચલિત કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવ દિવસ સુધી ચાલનાર શિવ કથા માં કથાકાર પૂજ્ય શ્રી બટુકભાઈ વ્યાસ ધરમપુર લોકોને શિવકથાનું સંપૂર્ણ જ્ઞાન આપશે. આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો આ શિવ કથામાં પહોંચ્યા હતા અને શિવકથાનો લાભ લીધો હતો.
અંબાજીમાં આજ થી શિવ કથા નું પ્રારંભ થયું છે ત્યારે સંતો અને મહાત્માઓ આ કથામાં સંમેલિત થયા છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ આ સંતો મહાત્માઓ પહોંચ્યા હતા. અને માં જગતજનની અમ્બા ના દર્શન કરી માં જગતજનની ના ચરનો મા શીશ નમાવ્યું હતું. માતાજી ના દર્શન કર્યા બાદ વિશ્વ કલ્યાણ માટે માતાજીથી પ્રાર્થના કરી હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


