મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ ના સામાજિક કાર્યકર પ્રશાંતભાઈ ઠાકરના જન્મદિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ૧૦૨ યુનિટ બ્લડ ડોનેટ થયું હતું. ત્યારે પ્રશાંતભાઈની આ સેવાકીય પ્રવૃત્તિને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ તથા તેમની સહયોગી શાખા ઓમ બ્લડ સ્ટોરેજ કેન્દ્ર દ્વારા પ્રશાંતભાઈ ઠાકરને સમ્માનિત કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપનાર દાતા ઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.