કાલાવડની 108 એમ્બ્યુલન્સ ટીમ ના ઇ.એમ.ટી. પરેશભાઈ શંખલા અને પાયલોટ ગિરિરાજસિંહ જાડેજા સગર્ભા દર્દીને
કાલાવડ સી.એચ.સી.સુધી લઈને આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું અને માર્ગ બંદ થયો
હતો.સમયસૂચકતા વાપરી 108ના ફરજ પરના સ્ટાફે જાતે જ એ વૃક્ષને કાપી રસ્તો ખુલ્લો કરી તાત્કાલિક મહિલાને હોસ્પિટલ
પહોંચતા કરી સુપેરે પોતાની ફરજનિષ્ઠા બજાવી હતી.
