Gujarat

રાજ્ય સરકારે સહાયમાં રૂ. ૨૩ હજારનો વધારો કર્યો  

રાજ્ય સરકારે કૈલાશ માન સરોવરની યાત્રાએ જતા યાત્રિકો માટે સહાયમાં ખૂબ મોટો વધારો કર્યો છે. હવે યાત્રિકોને રૂ. ૫૦,૦૦૦ની સહાય મળવા પાત્ર થશે.

     કૈલાશ માનસરોવરની યાત્રા કોઈપણ વ્યક્તિના જીવનમાં વિશિષ્ટ મહત્વ ધરાવે છે આ યાત્રા ખૂબ જ કઠિન છે ગુજરાતના યાત્રાળુઓ પણ મોટી સંખ્યામાં આ યાત્રામાં ભાગ લે છે. કૈલાશ માન સરોવર હાલના ચીનના તિબેટ પ્રદેશમાં આવેલ છે આ યાત્રા માટેની વિઝા ફી અને અન્ય બાબતો માટેના ખર્ચમાં સ્વાભાવિક રીતે વધારો થવા પામ્યો છે. જેથી આ યાત્રા માટેના ખર્ચને પહોંચી વળવા માટે હાલમાં મળતી આર્થિક સહાયમાં પધારો કરવા રાજ્ય સરકારને પણ રજૂઆતો મળી હતી. જેના પગલે રૂ.૨૩,૦૦૦ની સહાય વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

      આ સહાય ગુજરાત રાજ્યમાં જ કાયમી વસવાટ કરતા હોય તેવા નાગરિકોને જ મળવા પાત્ર છે. એક વ્યક્તિને આ યોજના હેઠળ આર્થિક સહાય જીવનકાળ દરમિયાન એક વખત જ મળવાપાત્ર રહેશે.

    ભારત સરકારશ્રીના વિદેશ        મંત્રાલયની વેબસાઈટ http://kmy.gov.in/kmy/મારફત નક્કી થયેલ પસંદગી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ કૈલાસ માન સરોવરની યાત્રા કરેલ હોય તેઓને જ આ લાભ મળવા પાત્ર છે. સહાય મેળવવા યાત્રા પૂર્ણ કર્યા બાદ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરને નક્કી કરવામાં આવેલ નિયત નમૂનામાં યાત્રા પૂર્ણ થયેથી ૬૦ દિવસની અંદર અરજી કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *