Gujarat

નિવૃત રમતવીરોને રાજ્ય સરકાર દર મહિને ૩ હજારનું પેન્શન આપશે

ગાંધીનગર
રાજ્યમાં નિવૃત્ત રમતવીરોને લઈ રાજ્ય સરકારે પેન્શનને લઈ મોટો ર્નિણય લીધો છે. રાજ્યના નિવૃત રમતવીરોને રાજ્ય સરકાર દર મહિને રૂપિયા ૩ હજારનો પેન્શન આપશે. જેના લાભ લેવા માટે રમતવીરોએ અરજી કરવાની રહેશે તેમજ રમતગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે મેડલ જીત્યો હોય તેમને પણ પેન્શન આપવામાં આવશે. રાજ્ય સરકારના આ મહત્વદાયી ર્નિણયમાં રાજ્ય તરફથી રમતમાં મોકલવામાં આવ્યા હોય તેવા સભ્યને પણ લાભ આપવામાં આવશે. જે સમગ્ર બાબતને લઈ ૭ સભ્યની કમિટીએ પેન્શન આપવા અંગે આખરી ર્નિણય કર્યો છે. રાજ્ય સરકારનો રમત ગમત ક્ષેત્ર પ્રોત્સાહન આપવાને લઈ મહત્વદાયી ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં નિયમોની વાત કરીએ તો જિલ્લામાં વસતા અને ૫૦ વર્ષની ઉંમરના નિવૃત રમતવીરો કે જેઓએ રાષ્ટ્રીય કક્ષાએ વ્યકિતગત કે સાંધીક રમતમાં મેડલ મેળવેલો હોવો જાેઈએ. નિવૃત્ત રમતવીરોને પોતાની કારકિર્દી દરમિયાન રમતગમત ક્ષેત્રે ૩૫ વર્ષથી વધુ વય સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ વ્યક્તિગત અથવા સાઁધિક રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલો હોવા જાેઈએ. અથના રાજ્ય તરફથી નેશનલ માટે મોકલવામાં આવ્યા હોય તેવા સભ્યને પણ પેન્શન પાત્ર ગણવામાં આવશે.

Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *