ગાંધીનગર,
રાજ્યના નાગરિકોની રજુઆતો, સમસ્યાઓનું ટેકનોલોજીના ઉપયોગથી નિવારણ માટેનો રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજે યોજવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ‘સ્વાગત’ માં ૨૩ નવેમ્બર ગુરુવારે ગાંધીનગરમાં બપોરે ૩ઃ૩૦ કલાકે ઉપસ્થિત રહીને અરજદારોની રજૂઆતો સાંભળશે. આ રાજ્ય ‘સ્વાગત’ માટે અરજદારો આજે (ગુરુવાર) સવારે ૦૮ઃ૦૦ થી ૧૨ઃ૦૦ વાગ્યા સુધી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના જન સંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આપી શકશે.