થોડા દિવસો પહેલાં જ ગુજરાતના મુખ્ય શહેરોમાંના સુરત, પોરબંદર અને અમદાવાદથી આતંકવાડીઓ ઝડપાયા છે. ત્યારે ૨ દિવસ પહેલાં ૧લી ઓગષ્ટે જ રાજકોટના ગીચ વિસ્તાર એવા સોની બજારમાંથી ૨ કાયદા સાથે જોડાયેલા ૩ આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી. તેઓ છેલ્લા ૬ મહિનાથી રાજકોટની સો બજારમાં રહીને કામ કરતા હતા. ત્યારે આ આતંકવાદીઓ પાસેથી ૧ પિસ્તોલ અને ૧૦ જીવતા કારતુસ આવ્યા હતા. એજન્સીએ કરેલી આતંકવાદીઓની પુછપરછમાં સામે આવ્યું હતું કે, આગામી હિંદુ તહેવાર જન્માષ્ટમીના દિવસે આ ત્રણેય આતંકવાદીઓ મોટા હુમલાની ફિરાકમાં હતાં. રિપોર્ટ્સ અનુસાર, રાજ સોની બજાર વિસ્તારમાંથી બે દિવસ પહેલા ATS એ અલ-કાયદા સાથે જોડાયેલા ૩ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદીઓ ગુજરાતમાં ધામધૂમથી ઉજવાતા તહેવાર એવા જન્માષ્ટમીના દિવસે આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં હોવાનું બહાર આવ્યું છે. રાજકોટમાં જન્માષ્ટમી પર્વ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો લોકમેળામાં જતાં હોય છે. આવા સમયે જ આતંકીઓએ કાવતરું ઘડ્યા હોવાનું બહાર આવ્યું છે. જેથી ગુજરાત ATSએ આ કાવતરાને નિષ્ફળ બન્યું છે.
રાજકોટ રેલવે સ્ટેશનની પણ કરી હતી રેકી
ઝડપાયેલા આંતકીઓ રેલવે સ્ટેશન પર રેકી કરી હોવાનો એજન્સી રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ ઉપરાંત આ આતંકીઓને રાજકોટમાં લોકલ સપોર્ટ પુરા પાડનારાઓ સહિત ૧૦થી ૧૨ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ ATS કરી રહી છે.
રિપોર્ટર – નિખીલ ભોજાણી


